T20 વર્લ્ડકપમાં સર્જાયો મેજર અપસેટ, ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાને હંફાવ્યું,23 રને હરાવ્યું

ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વેની મેચમાં મેજર અપસેટ સર્જાયું હતું.ઝિમ્બાબ્વેના 170 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયા લાચાર દેખાયું અને 23 રને હાર્યું હતું

New Update
Zimbabwe vs Australia

T20 વર્લ્ડકપમાં આ વખતે દરેક મોટી ટીમોએ નાની ટીમ સામે મેચ જીતવા માટે વલખાં મારવા પડ્યા છે,ત્યારે પાકિસ્તાનભારત અને ઈંગ્લેન્ડ જેવી ટીમોને પણ નાની ટીમો સામે માંડ માંડ જીત મળી હતી. જોકે ઓસ્ટ્રેલિયા અને ઝિમ્બાબ્વેની મેચમાં મેજર અપસેટ સર્જાયું હતું.ઝિમ્બાબ્વેના 170 રનના ટાર્ગેટ સામે ઓસ્ટ્રેલિયા લાચાર દેખાયું અને 23 રને હાર્યું હતું. ઝિમ્બાબ્વેએ કોલંબોના પ્રેમદાસા સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા સામે બે વિકેટે 169 રન કર્યા હતા. જેમાં સૌથી વધુ બ્રાયન બેનેટ 64*(56), મારુમનીએ 35(21), રાયન બર્લે 35(30) અને સિકંદર રઝાએ 25*(12) રન કર્યા હતા.  ઓસ્ટ્રેલિયાની ટીમ 170 રનના લક્ષ્ય સામે 146 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.

ઓસ્ટ્રેલિયન ઓપનિંગ જોડી જોશ ઈંગ્લિશ 8(4), ટ્રેવિસ હેડ 17(15) સસ્તામાં આઉટ થઇ ગયા હતા. તેના બાદ કેમરુન ગ્રીન અને ટીમ ડેવિડ પણ 0-0 પર આઉટ થઈ જતા ઓસ્ટ્રેલિયા સંકટમાં ફસાયું હતું. પાવરપ્લેમાં જ ઝિમ્બાબ્વેએ ઓસ્ટ્રેલિયાના ટોચના ક્રમના ચાર બેટરની વિકેટો પાડી દીધા બાદ કાંગારુઓને મુશ્કેલીમાં મૂકી દીધા હતા.

Zimbabwe

જોકે તેના બાદ ગ્લેન મેક્સવેલ અને મેટ રોશોએ બાજી સંભાળી હતી. જોકે પછી મેક્સવેલ 31(22) રન કરીને આઉટ થઈ ગયા બાદ માર્કસ સ્ટોઇનિસ પણ 6 (4) રનમાં સસ્તામાં આઉટ થઈ જતાં ઓસ્ટ્રેલિયાની ટીમ મુશ્કેલીમાં મુકાઈ હતી. ત્યારબાદ બેન ડુવારીસ 6(7) નો ટોચીએ ખતરનાક ચિત્તાની જેમ કેચ પકડતા ઓસ્ટ્રેલિયાને 7મો ઝટકો લાગ્યો હતો. એના પછી મેક્સવેલ બાદ મેટ રેનશો ઓસ્ટ્રેલિયા તરફથી સૌથી વધુ ફાઈટ કરી હતી. તેણે ઓસ્ટ્રેલિયા વતી 65 (44) રન પણ કર્યા હતા.

આખરે તે મુઝારબાનીની બોલિંગમાં રાયન બર્લના હાથમાં કેચ થમાવી બેઠો હતો. ત્યારબાદ મુઝારબાનીની બોલિંગમાં એડમ ઝમ્પા 2 રન કરીને આઉટ થઇ ગયો હતો અને ઓસ્ટ્રેલિયાની 141 રનમાં 9 વિકેટો પડી ગઈ હતી. છેલ્લી ઓવરમાં ઓસ્ટ્રેલિયાએ 6 બોલમાં 29 રન કરવાના હતા. મુઝારબાનીએ આ મેચમાં સૌથી વધુ 4 વિકેટો ઝડપી હતી. તેણે કુલ 17 રન જ આપ્યા હતા. આ તેનું શાનદાર સ્પેલ રહ્યું હતું. ત્યારબાદ મેથ્યુ કુહેનમેન શૂન્ય રને રનઆઉટ થઇ જતાં ઓસ્ટ્રેલિયા ઓલઆઉટ થઈ ગયું હતું. નાથાન એલિસ ઓસ્ટ્રેલિયા તરફથી 7 રન બનાવીને અણનમ રહ્યો હતો.

Latest Stories