મહેસાણા : ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાવિના પટેલે રચ્યો ઇતિહાસ, ગોલ્ડ મેડલથી એક કદમ દૂર..!

ટોક્યો પેરાલિમ્પિકમાં ગુજ્જુ ખેલાડીએ રચ્યો ઈતિહાસ, મહેસાણાની ભાવિના પહોંચી ટેબલ-ટેનિસની ફાઇનલમાં.

મહેસાણા : ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાવિના પટેલે રચ્યો ઇતિહાસ, ગોલ્ડ મેડલથી એક કદમ દૂર..!
New Update

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામની ભાવિના પટેલ ટોક્યો પેરાલિમ્પિકમાં ટેબલ ટેનિસની વુમન સિંગલ્સ ક્લાસ-4 કેટેગરીની ફાઇનલમાં પહોંચી ગઈ છે. જોકે, હવે 29 ઓગસ્ટના રોજ ગુજ્જુ ખેલાડી ઈતિહાસ રચવા ટેબલ ટેનિસ કોર્ટમાં ઉતરશે, ત્યારે સુંઢિયા ગામે રહેતા ભાવિના પટેલના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના સુંઢિયા ગામની ભાવિના પટેલ ટોક્યો પેરાલિમ્પિક્સમાં મહિલા ટેબલ ટેનિસની ક્લાસ 4 ઇવેન્ટની ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ચુકી છે. ભાવિના પટેલે રાઉન્ડ ઓફ 16ના મેચ નંબર 20માં બ્રાઝિલની ઓલિવિરાને હરાવી હતી. તેણીએ આ મેચ ત્રીજી ગેમમાં જ જીતી લીધી હતી. ભાવિનાએ પ્રથમ ગેમ 12-10, બીજી ગેમ 13-11 અને ત્રીજી ગેમ 11-6થી જીતી હતી. આ જીત સાથે ભાવિના પટેલ દેશ માટે મેડલ જીતવાની એક ડગલું નજીક આવી ગઈ છે. ટોક્યો પેરાલિમ્પિક્સમાં ભાવિનાનું ફોર્મ શાનદાર જોવા મળ્યું છે. અને તે એક પછી એક તેની મેચ જીતી રહી છે. ભાવિનાની આ જીતને લઈને તેના માતા-પિતા ખૂબ ખુશ થયા છે.

જોકે, ભાવિના પટેલે ટુર્નામેંટની સારી શરૂઆતના બીજા રાઉન્ડમાં ગ્રેટ બ્રિટનની પેડલરને આકરી ટક્કર આપી હતી. પરંતુ ફરીથી ભાવિનાએ આગામી બે ગેમ્સને સારી રીતે નિયંત્રિત કરી અને તેની જીતને પાકી કરી લીધી હતી. ભારતની ભાવિના પટેલે ટેબલ ટેનિસમાં નવો ઇતિહાસ રચ્યો છે. આ પ્રથમ વખત છે કે, જ્યારે ભારતના કોઇ પેડલર ટોક્યો પેરાલિમ્પિક્સની ટેબલ ટેનિસમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા હોય. બ્રાઝિલની પેડલર જોયસ ડી ઓલિવિરાને હરાવતી વખતે ભાવિના પટેલે આ કમાલ કર્યો છે.

#Mehsana News #silver medal #Mehsana #gold medal #Paralympics #Connect Gujarat News #Table Tennis #Bhavini Patel
Here are a few more articles:
Read the Next Article