ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 57મી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ચાલી રહી છે. વાનખેડે સ્ટેડિયમમાં ગુજરાતે ટોસ જીતીને બોલિંગ પસંદ કરી હતી. પ્રથમ બેટિંગ કરતા મુંબઈએ સૂર્યકુમાર યાદવની પ્રથમ IPL સદીની મદદથી 20 ઓવરમાં 5 વિકેટે 218 રન બનાવ્યા હતા.
સૂર્યકુમાર 49 બોલમાં 103 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. ગુજરાત તરફથી રાશિદ ખાને 4 વિકેટ ઝડપી હતી. ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનું પસંદ કરતી ગુજરાત ટાઇટન્સ પાવરપ્લેમાં એક પણ વિકેટ લઈ શકી નહોતી. પરંતુ સાતમી ઓવરમાં રાશિદ ખાને ટીમને બે સફળતા અપાવી હતી. તેણે ઈનિંગની 17મી ઓવરમાં નેહલ વાઢેરાને આઉટ કર્યા બાદ ટિમ ડેવિડની વિકેટ પણ લીધી હતી. આ રીતે તેણે પોતાની 4 ઓવરના સ્પેલમાં 30 રન આપીને 4 વિકેટ ઝડપી હતી.