New Update
લખનઉના એકાના સ્ટેડિયમમાં મુંબઈએ રેસ્ટ ઑફ ઈન્ડિયાને હરાવીને 27 વર્ષ બાદ ઈરાની ટ્રોફી પર કબજો કર્યો છે. કેપ્ટન અજિંક્ય રહાણેની ટીમે ટ્રોફી જીતી લીધી છે.
ડબલ સેન્ચુરી ફટકારી ચૂકેલા સરફરાઝ ખાનને પ્લેયર ઑફ ધ મેચ જાહેર કર્યો છે. મેચના પાંચમાં દિવસે શનિવારે તનુષ કોટિયાને અણનમ 114 રન બનાવ્યા હતા. કોટિયન અને મોહિત અવસ્થી વચ્ચે નવમી વિકેટ માટે 163 બોલમાં 123 રનની ભાગીદારી થઈ હતી.ઈરાની ટ્રોફી જીત્યા બાદ મુંબઈના કેપ્ટન અજિંક્ય રહાણેએ કહ્યું કે અમે પણ વાનખેડેમાં લાલ માટીની પિચ પર રમીએ છીએ. અમને ખ્યાલ હતો કે પિચ કેવી રીતે રમશે. તનુષ કોટિયાને શાનદાર રમત બતાવી છે. કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે કહ્યું કે સરફરાઝ અને તનુષ વચ્ચે શાનદાર ભાગીદારી હતી. શાર્દૂલે પ્રથમ દાવમાં કેટલાક રન પણ ઉમેર્યા હતા. જેના કારણે મુશ્કેલી વધી. ધ્રુવ જુરેલ, અભિમન્યુ ઇશ્વરન સારી રીતે રમ્યા. સારાંશ જૈને બીજી ઇનિંગમાં સારી બોલિંગ કરી હતી
Latest Stories