/connect-gujarat/media/media_files/2025/03/16/VxfJIVcTYWyL3gv91B2F.jpg)
મુંબઈ ઈન્ડિયન્સે 3 વર્ષમાં બીજી વખત વુમન્સ પ્રીમિયર લીગ (WPL)નો ખિતાબ જીત્યો છે. શનિવારે રમાયેલી ફાઈનલમાં ટીમે દિલ્હી કેપિટલ્સને 8 રને હરાવ્યું. દિલ્હી સતત ત્રીજી વખત રનર-અપ રહ્યું. બ્રેબોર્ન સ્ટેડિયમ ખાતે મુંબઈએ 7 વિકેટ ગુમાવીને 149 રન બનાવ્યા.
દિલ્હીની ટીમ ફક્ત 141 રન જ બનાવી શકી.મુંબઈની કેપ્ટન હરમનપ્રીત કૌરે એક મહત્વપૂર્ણ ક્ષણે ફિફ્ટી ફટકારી. તેણે નતાલી સાયવર બ્રન્ટ સાથે 89 રનની મહત્વપૂર્ણ ભાગીદારી પણ કરી. સેવર બ્રન્ટે બોલિંગમાં 3 વિકેટ લીધી અને પોતાની ટીમને કમબેક કરાવ્યું.