મુનાફ પટેલને લાગી લોટરી, દિલ્હી કેપિટલ્સે મુનાફ પટેલની બોલિંગ કોચ તરીકે કરી નિમણુક

દિલ્હી કેપિટલ્સે ટીમના નવા બોલિંગ કોચ તરીકે ભારત માટે વર્લ્ડ કપ જીતનાર ખેલાડીની નિમણૂક કરી, બદાણી આ સિઝનમાં મુનાફ પટેલના અનુભવનો પૂરો ઉપયોગ કરવા ઈચ્છશે

New Update
munaf
Advertisment

IPL 2025 માટે મેગા ઓક્શન યોજાવાની છે. હાલમાં જ તમામ 10 ટીમોએ તેમના રિટેન કરાયેલા ખેલાડીઓના નામ જાહેર કર્યા છે. આ દરમિયાન, દિલ્હી કેપિટલ્સ ટીમે પહેલેથી જ તેની તૈયારીઓને મજબૂત કરવાનું શરૂ કરી દીધું છે. દિલ્હી કેપિટલ્સે ટીમના નવા બોલિંગ કોચ તરીકે ભારત માટે વર્લ્ડ કપ જીતનાર ખેલાડીની નિમણૂક કરી છે. આ ખેલાડીઓએ પણ પોતાની કારકિર્દીમાં શાનદાર બોલિંગ કરી હતી. આ ખેલાડી બીજું કોઈ નહીં પણ મુનાફ પટેલ છે. હેમાન બદાણીને ગયા મહિને ટીમના નવા મુખ્ય કોચ બનાવવામાં આવ્યા હતા. બદાણી આ સિઝનમાં મુનાફ પટેલના અનુભવનો પૂરો ઉપયોગ કરવા ઈચ્છશે. 

Advertisment

મુનાફ પટેલ હાલમાં 41 વર્ષના છે અને તેમણે પોતાની કારકિર્દી દરમિયાન ઘણી મોટી સિદ્ધિઓ હાંસલ કરી છે. તેમણે ટીમ ઈન્ડિયા માટે ત્રણેય ફોર્મેટમાં ક્રિકેટ રમી છે.  મુનાફ પટેલે વર્ષ 2011માં ODI વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો હતો. તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દી દરમિયાન, તેણે 13 ટેસ્ટ મેચમાં 35 વિકેટ, 70 ODI મેચોમાં 86 વિકેટ અને ત્રણ T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં 4 વિકેટ ઝડપી છે. મુનાફ પટેલ આઈપીએલમાં ત્રણ ટીમો તરફથી રમી ચૂક્યો છે. જેમાં રાજસ્થાન રોયલ્સ (2008-10), મુંબઈ ઈન્ડિયન્સ (2011-13) અને ગુજરાત લાયન્સ (2017)ના નામ સામેલ છે. તેણે 63 IPL મેચમાં 74 વિકેટ લીધી છે. મુનાફ પટેલ પોતાની શાનદાર બોલિંગ માટે જાણીતા છે.

Latest Stories