Connect Gujarat
સ્પોર્ટ્સ

ડાંગ:એક્ષપ્રેસ મુરલી ગાવિતે ગોવા ખાતે યોજાયેલ 37મા નેશનલ ગેમ્સમા ડંકો વગાડ્યો,સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો

મુરલી ગાવિતે નેશનલ ગેમ્સમા સિલ્વર મેડલ જીતી ડાંગ જિલ્લા સહીત રાજ્યનુ નામ રોશન કર્યું છે. જેને પગલે રાજ્યભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે

ડાંગ:એક્ષપ્રેસ મુરલી ગાવિતે ગોવા ખાતે યોજાયેલ 37મા નેશનલ ગેમ્સમા ડંકો વગાડ્યો,સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો
X

તાજેતરમા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ગોવા ખાતે 26 ઓક્ટોબરના રોજ નેશનલ ગેમ્સનો પ્રારંભ કરવામા આવ્યો હતો. આ ગેમ્સમા જુદી જુદી રમતો યોજવામા આવી હતી. જેમા 5000 મીટર એથ્લેટિક્સ ગેમ્સમા ગુજરા રાજ્યના ડાંગ જિલ્લાના ખેલાડી મુરલી ગાવિતે 14 મિનિટ 13 સેકન્ડમા 5 હજાર મીટર દોડ પુર્ણ કરી સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો છે.મુરલી ગાવિતે નેશનલ ગેમ્સમા સિલ્વર મેડલ જીતી ડાંગ જિલ્લા સહીત રાજ્યનુ નામ રોશન કર્યું છે. જેને પગલે રાજ્યભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. નેશનલ ગેમ્સમા એથ્લેટિક્સ ગેમ્સમા 5 હજાર મીટર દોડ 14 મિનિટ 13 સેકન્ડમા પુર્ણ કરનાર મુરલિ ગાવિત ગુજરાતનો પ્રથમ ખેલાડી બન્યો છે.

ઓલ્મપિક ગેમ્સની તૈયારી કરનાર મુરલી ગાવિત આ પહેલા નેશનલ ગેમ્સ તેમજ આંતરરાષ્ટ્રિય કક્ષાએ કેટલાય મેડલ પ્રાપ્ત કરી ચુક્યો છે.ગત દિવસોમા બેંગ્લોર ખાતે નેશનલ ઓપન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2023 યોજાઈ હતી. જેમા 13 ઓક્ટોબર રોજ નેશનલ ચેમ્પિયનશિપમા ગુજરાતના દોડવીર મુરલી ગાવિતે 5000 મીટર દોડમા પ્રથમ ક્રમાંકે આવી ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 2022મા યોજાયેલ ઓપન એથ્લેટિક્ મીટ 10000 મીટર દોડમા પણ ગુજરાતના ડાંગ એક્સપ્રેસ તરીકે ઓળખીતા ખેલાડી મુરલી ગાવિતે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો.

ગુજરાતના ખેલ મહાકુંભ થી પોતાની કારકિર્દીની શરૂઆત કરનાર ડાંગ એક્સપ્રેસ મુરલી ગાવિત છેલ્લા કેટલાય વર્ષોથી, રાજ્ય સહિત દેશ વિદેશની ધરતી ઉપર પોતાનું શાનદાર પ્રદર્શન કરી ચુક્યો છે. હાલમાં પણ મુરલી ગાવિત દરેક રમતોમાં ભાગ લઈ પોતાની કારકિર્દીને ઊંચે લઈ જઈ રહ્યો છે. મુરલી ગાવિતનુ સ્વપ્ન ઓલમ્પિક રમતોમા ભાગ લઈ દેશને ગોલ્ડ અપાવવાનો ત્યારે મુરલી ગાવિત હમેંશા આગળ વધી ગામ, રાજ્ય અને દેશનું નામ રોશન કરે તે માટે સૌ ડાંગ વાસીઓ અભિનંદન પાઢવી રહ્યા છે. નેશનલ ગેમ્સમા મુરલી ગાવિતને પ્રોત્સાહિત કરનાર કોચ ગુજરાતના કોચ મોહન મોર્યા, તેમજ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત, શક્તિદૂતનો મુરલી ગાવિતે આભાર વ્યક્ત કર્યો હતો.

Next Story