ન્યૂઝીલેન્ડના બેટર ડેવોન કોનવે અને ફિન એલને ન્યૂઝીલેન્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ છોડી દીધા છે. ગયા મહિને તેમને ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે જાહેર કરેલા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની યાદીમાં સામેલ કર્યા હતા.આ બંને ખેલાડીઓએ ફ્રેન્ચાઇઝી ક્રિકેટને પ્રાધાન્ય આપવા માટે ન્યૂઝીલેન્ડ ક્રિકેટનો સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ છોડી દીધો છે.
હવે આ બંનેના સ્થાને અન્ય કોઈ ખેલાડીને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવશે.કોનવેએ કેન વિલિયમસન જેવા જ કેઝ્યુઅલ એગ્રીમેન્ટ પર સાઇન કરી છે અને તે જાન્યુઆરીમાં શ્રીલંકાની વ્હાઇટ બોલની મેચ સિવાય તમામ આંતરરાષ્ટ્રીય મેચ માટે ઉપલબ્ધ રહેશે. તે જાન્યુઆરીમાં દક્ષિણ આફ્રિકા T20માં રમશે. તે SA20 માં જોબર્ગ સુપર કિંગ્સ માટે રમતા જોઈ શકાય છે. કોનવે દક્ષિણ આફ્રિકાનો રહેવાસી છે. 2017માં દેશ છોડીને ન્યૂઝીલેન્ડ શિફ્ટ થયો.