ન્યૂઝીલેન્ડે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીત્યું

ન્યૂઝીલેન્ડે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીતી લીધું છે. દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 32 રને હરાવ્યું

newlend
New Update

ન્યૂઝીલેન્ડે ICC મહિલા T20 વર્લ્ડ કપ 2024નું ટાઇટલ જીતી લીધું છે. રવિવારે (20 ઓક્ટોબર) દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી ફાઈનલમાં ન્યૂઝીલેન્ડે દક્ષિણ આફ્રિકાને 32 રને હરાવ્યું હતું. દક્ષિણ આફ્રિકાને જીતવા માટે 159 રનનો ટાર્ગેટ હતો, પરંતુ તે 9 વિકેટે 126 રન જ કરી શકી હતી. ન્યૂઝીલેન્ડે પ્રથમ વખત આ ટાઇટલ જીત્યું છે. દક્ષિણ આફ્રિકાનું ટાઈટલ જીતવાનું સપનું ફરી ચકનાચૂર થઈ ગયું. ન્યૂઝીલેન્ડની જીતમાં અમેલિયા કેરે મહત્વની ભૂમિકા ભજવી હતી. અમેલિયા કેરે 43 રન કર્યા હતા અને પછી 3 વિકેટ પણ ઝડપી હતી.

ન્યૂઝીલેન્ડની ટીમ ત્રીજી વખત મહિલા T20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ સતત બીજી ફાઈનલ રમી રહી હતી, પરંતુ આ વખતે પણ તેને નિરાશા હાથ લાગી હતી. ગયા વર્ષે દક્ષિણ આફ્રિકાને ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. ફાઈનલ મેચમાં ન્યૂઝીલેન્ડની કેપ્ટનશીપ સોફી ડિવાઈને કરી રહી હતી. લૌરા વોલવાર્ડે દક્ષિણ આફ્રિકાની ટીમની કેપ્ટનશીપ સંભાળી હતી.

ફાઇનલ મેચમાં લક્ષ્યનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાની શરૂઆત સારી રહી હતી. કેપ્ટન વોલવાર્ડ અને તાજમિન બ્રિટ્સે મળીને પ્રથમ વિકેટ માટે 6.5 ઓવરમાં 51 રનની ભાગીદારી કરી હતી. જોકે, ઓપનિંગ પાર્ટનરશિપ તૂટતાં જ દક્ષિણ આફ્રિકાની ટીમ દબાણમાં આવી ગઈ અને નિયમિત અંતરે વિકેટો ગુમાવી હતી. દક્ષિણ આફ્રિકાની ટીમ તરફથી કેપ્ટન વોલવાર્ડે સૌથી વધુ 33 રનની ઇનિંગ રમી હતી. બ્રિટ્સે 17 રન અને ક્લો ટ્રાયોને 14 રનનું યોગદાન આપ્યું હતું. ન્યૂઝીલેન્ડ તરફથી એમેલિયા કેર અને રોઝમેરી મૈરે ત્રણ-ત્રણ વિકેટ લીધી હતી.

#New Zealand #ICC Women
Here are a few more articles:
Read the Next Article