Connect Gujarat
સ્પોર્ટ્સ

પાકિસ્તાની ખેલાડી અઝહર અલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત

પાકિસ્તાની ખેલાડી 37 વર્ષીય અઝહર અલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી

પાકિસ્તાની ખેલાડી અઝહર અલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની કરી જાહેરાત
X

પાકિસ્તાન ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડ સામે તેના જ ઘરમાં ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ સાથે તે ICC વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાંથી પણ બહાર થઈ ગયું છે. ઈંગ્લેન્ડે પાકિસ્તાન સામે ત્રણ ટેસ્ટ મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે ત્રીજી ટેસ્ટ મેચ શનિવાર (17 ડિસેમ્બર)એ કરાચીમાં રમાશે. ઈંગ્લેન્ડ સામેની સિરીઝની ત્રીજી મેચ અઝહરની કારકિર્દીની છેલ્લી ટેસ્ટ મેચ બનશે. પાકિસ્તાની ખેલાડી 37 વર્ષીય અઝહર અલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી દીધી છે. અઝહરે અત્યાર સુધીમાં 96 ટેસ્ટમાં 42.49ની સરેરાશથી 7097 રન બનાવ્યા છે. તેમના નામે 19 સદી અને 35 અડધી સદી છે, જેમાં તેમનો સર્વશ્રેષ્ઠ સ્કોર વેસ્ટ ઈન્ડિઝ સામે ડે-નાઈટ ટેસ્ટ મેચમાં અણનમ 302 રન હતો.

અઝહર અલીએ બોલિંગમાં પણ શાનદાર પ્રદર્શન કર્યું છે. તેમણે અત્યાર સુધીમાં ટેસ્ટ ક્રિકેટમાં આઠ વિકેટ પણ લીધી છે. પાકિસ્તાન માટે અઝહર અલીએ અત્યાર સુધીમાં 53 વનડે મેચ રમી છે, જેમાં તેમણે 1895 રન બનાવ્યા છે. અઝહર અલી અત્યાર સુધી T20 ઇન્ટરનેશનલમાં ડેબ્યૂ કરી શક્યા નથી. તેમણે ઓવરોલ T20 ફોર્મેટમાં 49 મેચ રમી, જેમાં તેમણે 985 રન બનાવ્યા છે.

Next Story