PM મોદીએ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર પેરા એથ્લેટ્સ સાથે કરી વાતચીત,

Featured | સ્પોર્ટ્સ | સમાચાર, PM મોદીએ રવિવારે પેરિસ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર પેરા એથ્લેટ્સ સાથે ફોન પર વાત કરી અને તેમના પ્રયાસોની પ્રશંસા કરી

New Update
root-25-1725194400

PM મોદીએ રવિવારે પેરિસ પેરાલિમ્પિક્સમાં મેડલ જીતનાર પેરા એથ્લેટ્સ સાથે ફોન પર વાત કરી અને તેમના પ્રયાસોની પ્રશંસા કરી. PM મોદી આ સમયગાળા દરમિયાન મોના અગ્રવાલ, પ્રીતિ પાલ, મનીષ નરવાલ અને રૂબીના ફ્રાન્સિસ સાથે વાત કરી હતી. આ દરમિયાન PM મોદીએ દરેક મેડલ વિજેતાઓને અભિનંદન આપ્યા અને કહ્યું કે તેઓએ તેમના પ્રદર્શનથી દેશને ગૌરવ અપાવ્યું છે.

PM મોદીએ અવની લેખરાને તેની આગામી સ્પર્ધાઓ માટે શુભેચ્છા પાઠવી હતી. મળતી માહિતી મુજબ અવની લેખરા PM મોદી સાથે ફોન પર વાત કરી શકી ન હતી કારણ કે તે અન્ય સ્પર્ધામાં ભાગ લઈ રહી હતી.

Latest Stories