Qatar vs Ecuador FIFA World Cup 2022 : યજમાન કતાર પ્રથમ મેચમાં હાર્યું, ઇક્વાડોરે બે ગોલથી હરાવ્યું.!

FIFA વર્લ્ડ કપની પ્રથમ મેચ યજમાન કતાર અને એક્વાડોર વચ્ચે રમાઈ હતી. યજમાન કતાર પ્રારંભિક મેચમાં એક્વાડોર સામે હારી ગયું હતું.

Qatar vs Ecuador FIFA World Cup 2022 : યજમાન કતાર પ્રથમ મેચમાં હાર્યું, ઇક્વાડોરે બે ગોલથી હરાવ્યું.!
New Update

FIFA વર્લ્ડ કપની પ્રથમ મેચ યજમાન કતાર અને એક્વાડોર વચ્ચે રમાઈ હતી. યજમાન કતાર પ્રારંભિક મેચમાં એક્વાડોર સામે હારી ગયું હતું. અલ બાયત સ્ટેડિયમમાં તેને 0-2થી હારનો સામનો કરવો પડ્યો હતો. એક્વાડોર આ ગ્રુપ-A મેચ જીતીને ત્રણ પોઈન્ટ્સ મેળવી લીધા છે. ઇક્વાડોર તરફથી બંને ગોલ કેપ્ટન એનર વેલેન્સિયાએ કર્યા હતા. તેણે વર્લ્ડ કપમાં ચાર મેચમાં કુલ પાંચ ગોલ કર્યા છે. આ હાર બાદ કતારના નામે એક શરમજનક રેકોર્ડ નોંધાયો છે.

વર્લ્ડકપના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ યજમાન ટીમ ઓપનિંગ મેચમાં હારી છે. હવે કતારની નજર આગામી બે મેચમાં નેધરલેન્ડ અને સેનેગલ સામે ઉલતફેર પર રહેશે. તેઓ દક્ષિણ આફ્રિકાની જેમ વર્લ્ડ કપના પ્રથમ રાઉન્ડમાં બહાર ફેંકાય તે પસંદ કરશે નહીં. 2010 માં દક્ષિણ આફ્રિકા વિશ્વ કપના ઇતિહાસમાં એકમાત્ર યજમાન દેશ હતો જેણે વિશ્વ કપના જૂથ તબક્કાથી આગળ પ્રગતિ કરી ન હતી. કતારની આગામી મેચ હવે 25 નવેમ્બરે સેનેગલ સામે થશે. ઇક્વાડોરની ટીમ તે જ દિવસે નેધરલેન્ડ સામે ટકરાશે.

#Connect Gujarat #BeyondJustNews #Qatar #first match #FIFA World Cup 2022 #Qatar vs Ecuador #Qatar lost
Here are a few more articles:
Read the Next Article