/connect-gujarat/media/post_banners/a70cb93a2626cdb3a769e71721cc29a7a7e02b7d077800c758f7abdecbc640d9.webp)
IPLમાં આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સની વચ્ચે મેચ જયપુરના માનસિંહ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. જેમાં ગુજરાત ટાઇટન્સને 119 રનનો ટાર્ગેટ મળ્યો છે. ટૉસ જીતીને પહેલા બેટિંગ કરતા રાજસ્થાન રોયલ્સે 17.5 ઓવરમાં 118 રનમાં જ ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ તરફથી સૌથી વધુ કેપ્ટન સંજુ સેમસને 20 બોલમાં 30 રન બનાવ્યા હતા. ટ્રેન્ટ બોલ્ટે 15 રન અને યશસ્વી જયસ્વાલે 14 રન કર્યા હતા. આ ત્રણ સિવાય અન્ય કોઈ બેટર ડબલ ડિજીટ સુધી સ્કોર કરી શક્યો નહોતો.
ગુજરાત તરફથી રાશિદ ખાને 3 વિકેટ ઝડપી હતી. નૂર અહેમદે 2 વિકેટ લીધી હતી. જોશુઆ લિટલ, મોહમ્મદ શમી અને હાર્દિક પંડ્યાને 1-1 વિકેટ મળી હતી. રાજસ્થાનની શરૂઆત સરેરાશ રહી હતી. ટીમે 6 ઓવરની રમતમાં બન્ને ઓપનરોની વિકેટ ગુમાવી દીધી હતી, જોકે રાજસ્થાનની ટીમે પણ 50 રન બનાવ્યા હતા. જોસ બટલર 8 અને જયસ્વાલે 14 રન બનાવીને આઉટ થયા હતા.
/connect-gujarat/media/post_attachments/559378e4e98f55419c63f07c435fe877a737913ba2f0222ac421f9a0b15f1b08.webp)
/connect-gujarat/media/post_attachments/ff63597c8196b04c7c2dc1cc8e65b437e04109a663504296104afe98655f874c.webp)