Connect Gujarat
સ્પોર્ટ્સ

રવિચંદ્રન અશ્વિને કપિલ દેવનો તોડ્યો રેકોર્ડ, આ મામલામાં ભારતનો ત્રીજો સર્વશ્રેષ્ઠ બોલર બન્યો

ભારતીય ટીમના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટના બીજા દિવસે એક મોટી સિદ્ધિ મેળવી છે.

રવિચંદ્રન અશ્વિને કપિલ દેવનો તોડ્યો રેકોર્ડ, આ મામલામાં ભારતનો ત્રીજો સર્વશ્રેષ્ઠ બોલર બન્યો
X

ભારતીય ટીમના અનુભવી ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીની ત્રીજી ટેસ્ટના બીજા દિવસે એક મોટી સિદ્ધિ મેળવી છે. ઓસ્ટ્રેલિયા સામે ઈન્દોર ટેસ્ટના બીજા દિવસે અશ્વિને ત્રણ વિકેટ ઝડપી હતી. આ સાથે તેણે મહાન કપિલ દેવનો રેકોર્ડ પણ તોડ્યો છે. રવિચંદ્રન અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારો ત્રીજો ભારતીય બોલર બની ગયો છે.

અશ્વિને 269 મેચમાં 689 વિકેટ લીધી છે. જ્યારે કપિલ દેવે 356 મેચમાં 687 વિકેટ લીધી હતી. ભારત માટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ ભૂતપૂર્વ અનુભવી લેગ-સ્પિનર અનિલ કુંબલેના નામે છે. જમ્બો તરીકે જાણીતા અનિલ કુંબલેએ 401 મેચમાં 953 વિકેટ લીધી છે. આ યાદીમાં પૂર્વ અનુભવી ઓફ સ્પિનર હરભજન સિંહ બીજા સ્થાને છે. ભજ્જીએ 365 મેચમાં 707 વિકેટ લીધી છે.

Next Story