/connect-gujarat/media/media_files/2025/03/06/zmi4zpo1V9enxFMaBfZk.jpg)
ભારતીય કેપ્ટન રોહિત શર્મા ICC ODI બેટર્સ રેન્કિંગમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે, જ્યારે ટીમનો વાઇસ-કેપ્ટન શુભમન ગિલ હજુ પણ ટોચ પર છે.ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની ફાઈનલ મેચમાં 76 રનની શાનદાર ઇનિંગ રમનાર રોહિત શર્માએ નવા ICC ODI રેન્કિંગમાં 2 સ્થાનનો ફાયદો મેળવ્યો છે.
બુધવારે જાહેર થયેલા રેન્કિંગમાં રોહિતે વિરાટ કોહલી અને હેનરિક ક્લાસેનને પાછળ છોડી દીધો છે. રોહિતનું રેટિંગ વધીને 756 થયું છે. વિરાટ પાંચમા સ્થાને સરકી ગયો છે.બોલરોના રેન્કિંગમાં, સ્પિનર કુલદીપ યાદવ 3 સ્થાન અને કિવી કેપ્ટન મિચેલ સેન્ટનર 6 સ્થાન ઉપર આવ્યો છે. કુલદીપ ત્રીજા સ્થાને અને સેન્ટનર બીજા સ્થાને આવ્યો છે.રવીન્દ્ર જાડેજા ટૉપ-10માં પ્રવેશી ગયો છે. તે 13મા ક્રમેથી 10મા ક્રમે પહોંચી ગયો છે.