/connect-gujarat/media/media_files/2025/01/25/HrTJDRhmSqs8yEX0RJM7.jpg)
રોહિત શર્માને ICC મેન્સ T20 ટીમ ઓફ ધ યરના કેપ્ટન તરીકે પસંદ કરવામાં આવ્યો છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યો હતો અને આ સિદ્ધિને ધ્યાનમાં રાખીને ICC દ્વારા આ સન્માન આપવામાં આવ્યું છે. આ પહેલા ભારતીય ફાસ્ટ બોલર અર્શદીપ સિંહને ICC મેન્સ T20 પ્લેયર ઓફ ધ યરનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
ગયા વર્ષે રોહિત શર્માના નેતૃત્વમાં ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીતીને ઇતિહાસ રચ્યો હતો. આ સાથે ભારતીય ટીમે બીજી વખત T20 વર્લ્ડ કપ પોતાના નામે કર્યો હતો. આ પહેલા ટીમ ઈન્ડિયાએ વર્ષ 2007માં મહેન્દ્ર સિંહ ધોનીની કેપ્ટનશીપમાં T20 વર્લ્ડ કપ જીત્યો હતો.
રોહિત શર્મા કેપ્ટન તરીકે ખૂબ જ સફળ સાબિત થયો હતો. આંકડા દર્શાવે છે કે ભારતીય T20 કેપ્ટન તરીકે રોહિત શર્માના આંકડા ખૂબ જ પ્રભાવશાળી રહ્યા છે. રોહિત શર્માની કેપ્ટનશીપમાં ભારતીય ટીમે કુલ 62 T20 મેચ રમી હતી, જેમાંથી ભારતીય ટીમે રેકોર્ડ 49 મેચમાં જીત મેળવી હતી. જો કે, T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ રોહિત શર્માએ આંતરરાષ્ટ્રીય T20 ફોર્મેટને અલવિદા કહી દીધું છે.