/connect-gujarat/media/media_files/2025/02/20/23gjSUzDjEEiG9nZIAxE.jpg)
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ટીમ ઈન્ડિયાના અભિયાનની શરૂઆત સાથે રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ પોતાના નામે નોંધાવ્યો છે. તે એક ખાસ યાદીમાં એમએસ ધોનીને પાછળ છોડીને બધા ભારતીય ખેલાડીઓથી આગળ નીકળી ગયો છે.ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માં ટીમ ઈન્ડિયાનું અભિયાન શરૂ થઈ ગયું છે. ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે પોતાની પહેલી મેચ રમી રહી છે. આ ટુર્નામેન્ટ ભારતીય કેપ્ટન રોહિત શર્મા માટે ખૂબ જ ખાસ છે. ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆતમાં જ તેણે એક મોટો રેકોર્ડ પોતાના નામે નોંધાવી લીધો છે. રોહિતે એક ખાસ યાદીમાં એમએસ ધોનીને પાછળ છોડીને બધા ભારતીય ખેલાડીઓથી આગળ નીકળી ગયો છે. તેમજ વિરાટ કોહલીએ મેચની સાથે આ યાદીમાં એમએસ ધોનીની બરાબરી કરી લીધી છે.
રોહિત શર્માની આંતરરાષ્ટ્રીય કારકિર્દી 2017 માં શરૂ થઈ હતી. તેણે 2007 ના T20 વર્લ્ડ કપમાં તેની પહેલી ICC ઇવેન્ટ રમી હતી. તેમજ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 તેના કારકિર્દીની 15મી મર્યાદિત ઓવરની ICC ઇવેન્ટ છે. તમને જણાવી દઈએ કે આ સાથે તેણે ભારત માટે સૌથી વધુ મર્યાદિત ઓવરની ICC ઇવેન્ટ રમવાનો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા આ રેકોર્ડ એમએસ ધોનીના નામે હતો. તેમણે ભારત માટે 14 મર્યાદિત ઓવરની ICC ઇવેન્ટ રમી હતી.