Connect Gujarat
સ્પોર્ટ્સ

ઋતુરાજ ગાયકવાડે T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, ભારતના દિગ્ગજ બેટ્સમેનનો રેકોર્ડ તોડ્યો.

ભારતીય ટીમના ઓપનર ઋતુરાજ ગાયકવાડે શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામે રાયપુરમાં રમાયેલી ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં મોટી સિદ્ધિ મેળવી હતી.

ઋતુરાજ ગાયકવાડે T20 ક્રિકેટમાં રચ્યો ઈતિહાસ, ભારતના દિગ્ગજ બેટ્સમેનનો રેકોર્ડ તોડ્યો.
X

ભારતીય ટીમના ઓપનર ઋતુરાજ ગાયકવાડે શુક્રવારે ઓસ્ટ્રેલિયા સામે રાયપુરમાં રમાયેલી ચોથી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં મોટી સિદ્ધિ મેળવી હતી. ગાયકવાડે ચોથી T20માં 28 બોલમાં ત્રણ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી 32 રન બનાવ્યા હતા.

ઋતુરાજ ગાયકવાડ T20 ક્રિકેટમાં સૌથી ઝડપી 4000 રન પૂરા કરનાર બેટ્સમેન બની ગયો છે. ગાયકવાડ પહેલા આ રેકોર્ડ કે એલ રાહુલના નામે હતો. ગાયકવાડે 116 ઇનિંગ્સમાં 4000 રન પૂરા કર્યા જ્યારે રાહુલે 117 ઇનિંગ્સમાં આ આંકડો પૂરો કર્યો.

તમને જણાવી દઈએ કે T20 ક્રિકેટમાં સૌથી ઓછી ઇનિંગ્સમાં 4000 રન પૂરા કરવાનો રેકોર્ડ વેસ્ટ ઈન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન ક્રિસ ગેલના નામે છે. યુનિવર્સ બોસ તરીકે જાણીતા ગેલે માત્ર 107 ઇનિંગ્સમાં 4000 રનનો આંકડો પાર કર્યો હતો. ગેલ પછી ઓસ્ટ્રેલિયાના પૂર્વ બેટ્સમેન શોન માર્શ (113), પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ (115) અને ન્યૂઝીલેન્ડના ઓપનર ડેવોન કોનવે (116)નું નામ આવે છે.

જો આપણે ઋતુરાજ ગાયકવાડની T20 કારકિર્દી પર નજર કરીએ તો તેણે 18 T20 આંતરરાષ્ટ્રીય મેચોમાં એક સદી અને ત્રણ અડધી સદીની મદદથી 490 રન બનાવ્યા છે. તેની એવરેજ 37.69 હતી જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ 142.02 હતો. તેણે 121 T20 મેચોની 116 ઇનિંગ્સમાં 5 સદી અને 27 અડધી સદીની મદદથી 4025 રન બનાવ્યા. તેની એવરેજ 38.70 હતી જ્યારે તેનો સ્ટ્રાઈક રેટ 139.12 હતો.

Next Story