/connect-gujarat/media/post_banners/cb2cf433f48e969877b6dca49c7191647f3a8fe86f61b07fa0c7c2d47ac7ab37.jpg)
હિંમતનગરમાં દિવ્યાંગ ખેલાડીઓનો સ્પેશિયલ મહાકુંભ યોજાયો
સ્વામી વિવેકાનંદ સંકુલમાં કરવામાં આવ્યું આયોજન
ઉદ્દઘાટન ધારાસભ્ય વી.ડી. ઝાલાના હસ્તે કરાયું
325 ખેલાડીઓએ આઠ રમતમાં ભાગ લીધો
આગેવાનોએ પણ આપી હાજરી
સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરના ભોલેશ્વર ખાતે સ્વામી વિવેકાનંદ સંકુલમાં દિવ્યાંગ ખેલાડીઓનો જીલ્લા કક્ષાનો સ્પેશિયલ મહાકુંભ 2023-24 યોજાયો હતો. જીલ્લા કક્ષાના અસ્થિવિષયક દિવ્યાંગ ખેલાડીઓનો સ્પેશિયલ ખેલમહાકુંભ-2.0 હિંમતનગરના ભોલેશ્વર ખાતે સ્વામી વિવેકાનંદ રમત સંકુલમાં સ્પોર્ટ ઓથોરીટી ઓફ ગુજરાત, સાબરકાંઠા જીલ્લા વહીવટી તંત્ર, જીલ્લા રમત ગમત વિકાસ અધિકારી પ્રેરિત સાબરકાંઠાના શ્રી યુવા વિકલાંગ સંગઠન મંડળ દ્વારા આયોજન કરવામાં આવ્યો હતો. આ દિવ્યાંગ ખેલાડીઓનો મહાકુભમાં સાબરકાંઠા જીલ્લાના અલગ અલગ આઠ તાલુકાના 325 દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી.ઝાલા સહિતના આગેવાનોએ ઉપસ્થિત રહી ખેલાડીઓનો ઉત્સાહ વધાર્યો હતો