ક્રિકેટ જગતમાં દુઃખદ સમાચાર , ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર સૈયદ આબિદ અલીનું 83 વર્ષની વયે થયું અવસાન

ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની જીતનો જશ્ન હજુ તો પૂરો નથી થયો ત્યાં તો, એક દુઃખદ સમાચારથી ક્રિકેટ જગતમાં શોક ફેલાઈ ગયો છે. ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર સૈયદ આબિદ અલીનું 83

New Update
criket saiyd

ભારતમાં ચેમ્પિયન્સ ટ્રોફી 2025 ની જીતનો જશ્ન હજુ તો પૂરો નથી થયો ત્યાં તો, એક દુઃખદ સમાચારથી ક્રિકેટ જગતમાં શોક ફેલાઈ ગયો છે. ભૂતપૂર્વ ભારતીય ઓલરાઉન્ડર સૈયદ આબિદ અલીનું 83 વર્ષની વયે અવસાન થયું છે. તે પોતાની ઉત્તમ ફિલ્ડિંગ માટે જાણીતા હતા. અલીએ 29 ટેસ્ટ મેચોમાં ભારતીય ક્રિકેટ ટીમનું પ્રતિનિધિત્વ કર્યું. બીજા એક દિગ્ગજ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસ્કરે સૈયદ અલી (Sunil Gavaskar on Syed Abid Ali Death) ના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.

ક્રિકબઝ અનુસાર, સુનિલ ગાવસ્કરે સૈયદ આબિદ અલીના દુઃખદ અવસાન પર પ્રતિક્રિયા આપતા કહ્યું, "આ સમાચાર સાંભળીને ખૂબ જ દુઃખ થયું. અલીમાં સિંહ જેવું હૃદય હતું જે ટીમની જરૂરિયાતો માટે કંઈ પણ કરી શકતા હતા. ઓલરાઉન્ડર હોવાને કારણે, તે મધ્યમ ક્રમમાં બેટિંગ કરતા હતા પરંતુ જ્યારે પણ જરૂર પડે ત્યારે તે ઓપનિંગ પણ કરતા હતા. તેણે લેગ સાઈડ પર કેટલાક શાનદાર કેચ પણ પકડ્યા હતા."

Advertisment

દિગ્ગજ ખેલાડી સુનીલ ગાવસ્કરે ઇતિહાસ યાદ કરતાં કહ્યું, "જો મને બરાબર યાદ છે, તો સૈયદ આબિદ અલી વિશ્વના પહેલા બોલર હતા જેમણે ટેસ્ટ મેચના પહેલા બોલ પર બે વાર વિકેટ લીધી હતી. મારી ડેબ્યૂ ટેસ્ટમાં, જ્યારે તેને ટોપ ઓર્ડરમાં બેટિંગ કરવાની તક મળી, ત્યારે તેમને બોલ ફેંકાયા બાદ તરત જ ભાગવાની આદત હતી. આ રણનીતિ અસરકારક સાબિત થઈ કારણ કે આ કારણે વિરોધી ટીમે ઓવર-થ્રોને કારણે ઘણા રન આપ્યા. હું તેમના સંબંધીઓ અને તેમના બધા નજીકના લોકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું."

 

Advertisment
Latest Stories