શ્રીલંકાના વાનિન્દુ હસરાંગાને ICC આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ઠપકો, જાણો સમગ્ર મામલો

શ્રીલંકાના સ્પિનર વાનિન્દુ હસરાંગાને બુધવારે પલ્લીકલ ખાતે અફઘાનિસ્તાન સામેની ત્રીજી ODI દરમિયાન ICC આચાર સંહિતાના લેવલ 1 ભંગ બદલ સત્તાવાર ઠપકો આપવામાં આવ્યો છે.

New Update
શ્રીલંકાના વાનિન્દુ હસરાંગાને ICC આચાર સંહિતાનું ઉલ્લંઘન કરવા બદલ ઠપકો, જાણો સમગ્ર મામલો

શ્રીલંકાના સ્પિનર વાનિન્દુ હસરાંગાને બુધવારે પલ્લીકલ ખાતે અફઘાનિસ્તાન સામેની ત્રીજી ODI દરમિયાન ICC આચાર સંહિતાના લેવલ 1 ભંગ બદલ સત્તાવાર ઠપકો આપવામાં આવ્યો છે. હસરંગાએ ICC આચાર સંહિતાની કલમ 2.8નો ભંગ કર્યો હોવાનું જણાયું હતું, જે 'આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન અમ્પાયરના નિર્ણય પર અસંમતિ દર્શાવવા' સાથે સંબંધિત છે.

આ ઉપરાંત, તેને ડીમેરિટ પોઈન્ટ પણ મળ્યો, જે 24 મહિનાના ગાળામાં તેનો પહેલો હતો. આ સાથે મેચ ફીના મહત્તમ 50 ટકાનો દંડ પણ લગાવવામાં આવ્યો છે. આ ઘટના અફઘાનિસ્તાનની ઇનિંગ્સની 26મી ઓવરમાં બની હતી. હસરંગાની અપીલ પર ઓન-ફીલ્ડ અમ્પાયરે અફઘાનિસ્તાનના બેટ્સમેન નજીબુલ્લાહ ઝદરાનને આઉટ જાહેર કર્યો હતો. જાદરને આના પર ડિસિઝન રિવ્યુ સિસ્ટમનો ઉપયોગ કર્યો હતો. ડીઆરએસમાં ટીવી અમ્પાયરે નિર્ણયને પલટી નાખ્યો અને નોટઆઉટ આપ્યો.

ત્યાર બાદ હસરંગાએ જાયન્ટ સ્ક્રીન તરફ ઈશારો કરીને પોતાની નારાજગી દર્શાવી હતી. જો કે મેચ પછી હસરંગાએ દોષ કબૂલ્યો અને મેચ રેફરી રંજન મદુગલે દ્વારા પ્રસ્તાવિત દંડનો સ્વીકાર કર્યો. તેથી ઔપચારિક સુનાવણીની જરૂર નહોતી. હસરંગા પર ઓન-ફિલ્ડ અમ્પાયર નીતિન મેનન અને લિંડન હેનીબલ, ત્રીજા અમ્પાયર રવિન્દ્ર વિમલસારી અને ચોથા અમ્પાયર રૂચિરા પલ્લિયાગુરુગે આરોપ લગાવ્યા હતા.

Latest Stories