/connect-gujarat/media/post_banners/2dd3520a58c071547474442156a7d515b3cf1209d6a8eacee0503a9bdb251433.webp)
ગુજરાત અને સુરતનું ગૌરવ અને ટેબલ ટેનિસ સ્ટાર હરમીત દેસાઈ ની સિદ્ધિઓની યાદીમાં વધુ એક સફળતાનો ઉમેરો થયો છે. સાઉથ આફ્રિકામાં મે મહિનામાં યોજાનારી ટેબલ ટેનિસની વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે તેની પસંદગી થઈ છે. આ માટે હરમીતે કતારના દોહામાં રમાયેલી એશિયન ટેબલ ટેનિસ સિલેક્શન મેચ જીતીને પોતાની દાવેદારી પાક્કી કરી લીધી છે. સાઉથ આફ્રિકા ખાતે મે મહિનામાં યોજાનાર ટેબલ ટેનિસ વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે એશિયન ખેલાડીની સિલેક્શન પ્રક્રિયા ચાલી રહી હતી. કતારના દોહા ખાતે એશિયન ટેબલ ટેનિસ સિલેક્શન મેચ રમાઈ રહી હતી. જેમાં સુરતના હરમીત દેસાઈએ જીત હાંસલ કરી છે. હરમીત હવે વર્લ્ડ ચેમ્પિયનશિપ સુધીની સફર નક્કી કરી ચૂક્યો છે. હરમિત વર્લ્ડ ચેમ્પિયનશિપમાં રમવા જનાર ગુજરાતનો પ્રથમ ખેલાડી બનશે. હરમીત નું સિલેક્શન થતાં પરિવારમાં ખૂબ જ ખુશી અને આનંદ છવાઈ ગયો છે એશિયામાંથી વર્લ્ડ ચેમ્પિયનશિપ માટે ક્વોલિફાય થવું એ મોટી વા