T20 વર્લ્ડ કપ 2022 : T20 વર્લ્ડ કપ માટે તમામ 16 ટીમોના નામ જાહેર, ઝિમ્બાબ્વે-નેધરલેન્ડ્સ થયા ક્વોલિફાય

T20 વર્લ્ડ કપ 2022માં ભાગ લેનારી તમામ ટીમો નક્કી કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયામાં યોજાનારી આ ટૂર્નામેન્ટ માટે 14 ટીમો પહેલેથી જ પોતાનું સ્થાન બનાવી ચૂકી છે.

New Update

T20 વર્લ્ડ કપ 2022માં ભાગ લેનારી તમામ ટીમો નક્કી કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયામાં યોજાનારી આ ટૂર્નામેન્ટ માટે 14 ટીમો પહેલેથી જ પોતાનું સ્થાન બનાવી ચૂકી છે. હવે નેધરલેન્ડ અને ઝિમ્બાબ્વેએ પણ ક્વોલિફાયર ટૂર્નામેન્ટની ફાઇનલમાં પહોંચીને T20 વર્લ્ડ કપ 2022માં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લીધું છે.

ઝિમ્બાબ્વેમાં રમાઈ રહેલી આ ક્વોલિફાયર ટુર્નામેન્ટની પ્રથમ સેમીફાઈનલમાં યજમાન ટીમે પાપુઆ ન્યુ ગીનીને 27 રને હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા ઝિમ્બાબ્વેએ 20 ઓવરમાં પાંચ વિકેટે 199 રન બનાવ્યા હતા. જવાબમાં પાપુઆ ન્યુ ગીનીની ટીમ 8 વિકેટે 172 રન જ બનાવી શકી હતી. બીજી સેમીફાઈનલમાં નેધરલેન્ડે યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા (યુએસએ) ને સાત વિકેટે હરાવ્યું હતું. પ્રથમ બેટિંગ કરતા અમેરિકન ટીમ 138 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. જવાબમાં નેધરલેન્ડે એક ઓવર બાકી રહેતા લક્ષ્ય હાંસલ કરી લીધો હતો.

T20 વર્લ્ડ કપની તમામ 16 ટીમો

સુપર-12 : ઓસ્ટ્રેલિયા, ભારત, ઈંગ્લેન્ડ, પાકિસ્તાન, દક્ષિણ આફ્રિકા, બાંગ્લાદેશ, અફઘાનિસ્તાન અને ન્યુઝીલેન્ડ

રાઉન્ડ-1 : વેસ્ટ ઈન્ડિઝ, શ્રીલંકા, સ્કોટલેન્ડ, નામીબિયા, આયર્લેન્ડ, સંયુક્ત આરબ અમીરાત, ઝિમ્બાબ્વે, નેધરલેન્ડ.

#World Cup #All 16 teams #Cricket Match #BeyondJustNews #Connect Gujarat #T20 World Cup 2022 #Australia
Here are a few more articles:
Read the Next Article