T20 વર્લ્ડ કપ-2026 શેડ્યૂલ જાહેર: 8 માર્ચે અમદાવાદમાં ફાઈનલ યોજાશે

ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રૂપ સ્ટેજની મેચ 15 ફેબ્રુઆરીના રોજ કોલંબોમાં યોજાશે. જ્યારે ફાઈનલ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે....

New Update
T20 World Cup-2026

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)T20 વર્લ્ડ કપ 2026નું શેડ્યૂલ જાહેર કર્યું છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે ગ્રૂપ સ્ટેજની મેચ 15 ફેબ્રુઆરીના રોજ કોલંબોમાં યોજાશે. જ્યારે ફાઈનલ 8 માર્ચે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો પાકિસ્તાન ફાઈનલમાં પહોંચ્યું તો ટાઇટલ મેચ કોલંબોમાં યોજાશે.

ટુર્નામેન્ટ ભારત અને શ્રીલંકામાં 7 શહેરોના 8 વેન્યૂ પર રમાશે. 29 દિવસમાં કુલ 55 મેચ થશે. ભારતના વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન રોહિત શર્માને ટુર્નામેન્ટનો બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યો છે. મુંબઈમાં ICCની સેરેમની યોજાઈ, જ્યાં કમિટીએ જણાવ્યું કે ઓપનિંગ મેચ ભારત અને USA વચ્ચે થશે. ગ્રૂપ સ્ટેજમાં દરરોજ 3 મેચ રમાશે. ફાઈનલ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. જો પાકિસ્તાન નૉકઆઉટ રાઉન્ડમાં પ્રવેશ કરશે, તો તેના મેચ શ્રીલંકામાં યોજાશે. ટુર્નામેન્ટમાં 20 ટીમ છે, જેમને 4 અલગ-અલગ ગ્રૂપમાં વહેંચવામાં આવી છે. 

ભારતમાં અમદાવાદ, દિલ્હી, કોલકાતા, ચેન્નઈ અને મુંબઈમાં ટુર્નામેન્ટની મેચ રમાશે. જ્યારે શ્રીલંકામાં કોલંબો અને કેન્ડીમાં મુકાબલા થશે. કોલંબોના 2સ્ટેડિયમ પર મેચ રમાશે. ટીમ ઈન્ડિયા ગ્રૂપ સ્ટેજની મેચ મુંબઈ, દિલ્હી, કોલંબો અને અમદાવાદમાં રમશે.

Latest Stories