Connect Gujarat
સ્પોર્ટ્સ

T20 વર્લ્ડ કપ, IND vs NED : ભારતે નેધરલેન્ડ સામે આસાન જીત મેળવી, સૂર્યકુમાર યાદવ મેન ઓફ ધ મેચ

T20 વર્લ્ડ કપના સુપર-12 મેચમાં ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે સિ઼ડનીમાં મેચ રમાઈ ગઈ હતી.ટીમ ઈન્ડિયાએ 56 રને જીત મેળવી લીધી હતી.

T20 વર્લ્ડ કપ, IND vs NED : ભારતે નેધરલેન્ડ સામે આસાન જીત મેળવી, સૂર્યકુમાર યાદવ મેન ઓફ ધ મેચ
X

T20 વર્લ્ડ કપના સુપર-12 મેચમાં ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે સિ઼ડનીમાં મેચ રમાઈ ગઈ હતી.ટીમ ઈન્ડિયાએ 56 રને જીત મેળવી લીધી હતી.ભારત તરફથી ભુવનેશ્વર, અશ્વિન, અક્ષર અને અર્શદીપે 2-2 વિકેટ ઝડપી હતી, અને મોહમ્મદ શમીને 1 વિકેટ મળી હતી. નેધરલેન્ડ્સ તરફથી સૌથી વધુ ટિમ પ્રિંગલે 20 રન, જ્યારે કોલિન એકરમેને 17 રન બનાવ્યા હતા. આ જીત સાથે જ ટીમ ઈન્ડિયા ગ્રુપ-2માં હવે ટૉપ પર પહોંચી ગઈ છે.

સૂર્યાને તેની શાનદાર િનિંગ માટે પ્લેયર ઑફ ધ મેચ બનાવવામાં આવ્યો હતો.અગાઉ ભારતે પહેલી બેટિંગ કરતા નિર્ધારિત ઓવરમાં 2 વિકેટે 179 રન કર્યા છે. ક્રિકેટના કિંગ એવા કોહલીએ ફરી એકવાર શાનદાર દેખાવ કરતા સતત બીજી મેચમાં ફિફ્ટી ફટકારી હતી. તેણે 44 બોલમાં 62 રન બનાવ્યા હતા. તો સૂર્યાએ ધમાકેદાર બેટિંગ કરતા માત્ર 25 બોલમાં 51 રન ફટકાર્યા હતા. રોહિત શર્માએ પણ 53 રન કર્યા હતા. નેધરલેન્ડ્સ તરફથી ફ્રેડૉ ક્લાસેન અને પોલ વાન મિકરેનને 1-1 વિકેટ મળી હતી. અગાઉ ભારતે પહેલી બેટિંગ કરતા નિર્ધારિત ઓવરમાં 2 વિકેટે 179 રન કર્યા છે. ક્રિકેટના કિંગ એવા કોહલીએ ફરી એકવાર શાનદાર દેખાવ કરતા સતત બીજી મેચમાં ફિફ્ટી ફટકારી હતી. તેણે 44 બોલમાં 62 રન બનાવ્યા હતા. તો સૂર્યાએ ધમાકેદાર બેટિંગ કરતા માત્ર 25 બોલમાં 51 રન ફટકાર્યા હતા. રોહિત શર્માએ પણ 53 રન કર્યા હતા. નેધરલેન્ડ્સ તરફથી ફ્રેડૉ ક્લાસેન અને પોલ વાન મિકરેનને 1-1 વિકેટ મળી હતી.

Next Story