ભારતીય ટીમ ગુરુવારે (27 ઓક્ટોબર) T20 વર્લ્ડ કપની પોતાની બીજી મેચમાં નેધરલેન્ડ સામે ટકરાશે. આ ટૂર્નામેન્ટની 23મી મેચ હશે. બંને ટીમો ઐતિહાસિક સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર ટકરાશે. નેધરલેન્ડ પ્રથમ વખત T20 ફોર્મેટમાં ભારત સામે રમશે. બંને ટીમો વનડેમાં બે વખત સામસામે આવી ચુકી છે. ટીમ ઈન્ડિયાએ 2003 અને 2011ના વર્લ્ડ કપમાં નેધરલેન્ડને હરાવ્યું હતું.
ભારતે ટૂર્નામેન્ટની પોતાની પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે રોમાંચક જીત નોંધાવી હતી. ટીમ ઈન્ડિયાએ પાકિસ્તાનને ચાર વિકેટે હરાવ્યું. આ મેચમાં વિરાટ કોહલીએ શાનદાર બેટિંગ કરી હતી. અર્શદીપ સિંહ અને ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ પણ બોલિંગમાં અજાયબીઓ કરી હતી. પાકિસ્તાનને હરાવીને ટીમ ઈન્ડિયાની નજર નેધરલેન્ડ સામે મોટી જીત પર હશે.