T20 વર્લ્ડકપ: ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, સેમિફાઇનલમાં કર્યો પ્રવેશ

ટીમ ઈન્ડિયાએ તેની છેલ્લી સુપર-8 મેચમાં ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમ આ ટુર્નામેન્ટમાં પાંચમી વખત ટૉપ-4માં પહોંચી છે.

T20 World Cup: India beat Australia, enter semi-finals

સેમિફાઇનલ

New Update
ટીમ ઈન્ડિયાએ તેની છેલ્લી સુપર-8 મેચમાં ઓસ્ટ્રેલિયાને 24 રને હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. ટીમ આ ટુર્નામેન્ટમાં પાંચમી વખત ટૉપ-4માં પહોંચી છે.વેસ્ટ ઈન્ડિઝના સેન્ટ લુસિયામાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ 92 રનની ઇનિંગ રમી હતી. તે T20 વર્લ્ડ કપમાં સૌથી ઝડપી સદી ફટકારવાનું ચૂકી ગયો હતો,
જોકે તેણે સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. તેણે 41 બોલમાં 92 રન પૂરા કર્યા. 7 ચોગ્ગા અને 8 છગ્ગા ફટકાર્યા અને 224ના સ્ટ્રાઈક રેટથી બેટિંગ કરી. એક સમયે તેનો સ્ટ્રાઈક રેટ 300 સુધી પહોંચી ગયો હતો.ત્યારબાદ સૂર્યકુમાર (31), શિવમ દુબે (28) અને હાર્દિક પંડ્યા (27)એ ટીમનો સ્કોર 205 સુધી પહોંચાડ્યો હતો. ટીમે આ T20 વર્લ્ડ કપમાં પ્રથમ વખત 200+ રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા તરફથી જોશ હેઝલવુડે 4 ઓવરમાં માત્ર 14 રન આપ્યા અને એક વિકેટ લીધી. હેઝલવુડ સિવાય દરેક બોલરે પોતાની ઓવરમાં 10થી વધુ રન આપ્યા હતા.રન ચેઝમાં ઓસ્ટ્રેલિયાએ 13 ઓવરમાં બે વિકેટે 128 રન બનાવ્યા હતા. જે બાદ છેલ્લી 7 ઓવરમાં ભારતીય બોલરોએ જોરદાર કમબેક કર્યું હતું અને કાંગારૂં ટીમને 20 ઓવરમાં 181/7ના સ્કોર સુધી રોકી દીધી હતી.
#ઓસ્ટ્રેલિયા #સેમિફાઈનલ #સુપર-8 મેચ
Here are a few more articles:
Read the Next Article