T20 વર્લ્ડકપ: રોમાંચક મેચમાં સાઉથ આફ્રિકાએ ઇંગ્લેન્ડને હરાવ્યુ

સાઉથ આફ્રિકાએ T20 વર્લ્ડ કપના સુપર 8 રાઉન્ડમાં સતત બીજી જીત હાંસલ કરી છે. આફ્રિકન ટીમે શુક્રવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું હતું.સેન્ટ લુસિયાના ડેરેન સેમી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને બોલિંગ

સાઉથ આફ્રિકા
New Update
સાઉથ આફ્રિકાએ T20 વર્લ્ડ કપના સુપર 8 રાઉન્ડમાં સતત બીજી જીત હાંસલ કરી છે. આફ્રિકન ટીમે શુક્રવારે ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડને 7 રનથી હરાવ્યું હતું.સેન્ટ લુસિયાના ડેરેન સેમી સ્ટેડિયમમાં ઇંગ્લેન્ડે ટૉસ જીતીને બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું. ઝડપી શરૂઆત બાદ આફ્રિકાની ટીમ 20 ઓવરમાં 6 વિકેટે 163 રન જ બનાવી શકી હતી. ટીમે પાવરપ્લેમાં વિના નુકશાન 63 રન બનાવ્યા હતા અને એકપણ વિકેટ ગુમાવી ન હતી. ક્વિન્ટન ડી કોકના આઉટ થયા બાદ બેટર્સે મિડલ ઓવરોમાં ધીમી ગતિએ રન બનાવ્યા હતા. મિલરે સ્કોર 150ને પાર કરાવ્યો હતો. એક સમયે ટીમ 200 રન સુધી પહોંચે તેવું લાગતું હતું.
ઇનિંગની શરૂઆત કરવા આવેલા ક્વિન્ટન ડી કોકે 38 બોલમાં 65 રનની ઇનિંગ રમી હતી. તેણે 171.05ની સ્ટ્રાઈક રેટથી 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી રન બનાવ્યા. મિલરે 43 રનની ઉપયોગી ઇનિંગ રમી હતી.રન ચેઝમાં ઇંગ્લિશ ટીમે 61 રનમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. અહીંથી લિયામ લિવિંગ્સ્ટન અને હેરી બ્રુકે 42 બોલમાં 78 રનની આક્રમક ભાગીદારી કરીને ઈંગ્લિશ ટીમને મેચમાં લાવી હતી. ત્યાર બાદ છેલ્લી 3 ઓવરમાં કાગિસો રબાડા, માર્કો યાન્સેન અને એનરિચ નોર્કિયાએ ઇંગ્લેન્ડને 20 ઓવરમાં 156 રન પર રોકી દીધું હતું. ત્રણેયએ મળીને 18 બોલમાં 25 રન ડિફેન્ડ કર્યા હતા.બ્રુકે 37 બોલમાં 53 રન અને લિવિંગસ્ટને 17 બોલમાં 33 રન બનાવ્યા હતા, પરંતુ ટીમને જીત તરફ દોરી ન શક્યા.
#ઇંગ્લેન્ડ #સાઉથ આફ્રિકા
Here are a few more articles:
Read the Next Article