T20 વર્લ્ડ કપ: અમેરિકાને હરાવી ટીમ ઇન્ડિયા સુપર 8માં પહોંચ્યુ

T-20 વર્લ્ડ કપની 25મી મેચમાં ભારતે અમેરિકાને 7 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપના સુપર-8માં પ્રવેશ કરી લીધો છે.બુધવારે નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય ટીમે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો

T20 World Cup: Team India

ઇન્ડિયા

New Update

T-20 વર્લ્ડ કપની 25મી મેચમાં ભારતે અમેરિકાને 7 વિકેટે હરાવ્યું છે. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપના સુપર-8માં પ્રવેશ કરી લીધો છે.બુધવારે નાસાઉ કાઉન્ટી ક્રિકેટ સ્ટેડિયમમાં ભારતીય ટીમે ટૉસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અમેરિકાએ 20 ઓવરમાં 8 વિકેટે 110 રન બનાવ્યા હતા. જવાબમાં ભારતીય ટીમે 18.2 ઓવરમાં 3 વિકેટે ટાર્ગેટ ચેઝ કરી લીધો હતો.સૂર્યકુમાર યાદવે 49 બોલમાં અણનમ 50 રન બનાવ્યા હતા.

જ્યારે શિવમ દુબેએ 35 બોલમાં 31 રનની અણનમ ઇનિંગ રમી હતી. બંને વચ્ચે ચોથી વિકેટ માટે 65 બોલમાં 67 રનની ભાગીદારી થઈ હતી.રિષભ પંત 18 રન બનાવીને આઉટ થયો હતો. કેપ્ટન રોહિત શર્માએ 3 રન બનાવ્યા હતા, જ્યારે વિરાટ કોહલી ખાતું પણ ખોલી શક્યો નહોતો. સૌરભ નેત્રાવલકરને 2, અલી ખાને એક વિકેટ ઝડપી હતી.USA તરફથી નીતિશ કુમારે સૌથી વધુ 27 રન બનાવ્યા જ્યારે સ્ટીવન ટેલરે 24 રનનું યોગદાન આપ્યું. ભારત તરફથી અર્શદીપ સિંહે 4 વિકેટ ઝડપી હતી. હાર્દિક પંડ્યાને 2 સફળતા મળી છે. અક્ષરને એક વિકેટ મળી હતી. એક બેટર રન આઉટ થયો હતો.

#અમેરિકા #T-20 વર્લ્ડ કપ
Here are a few more articles:
Read the Next Article