ભારતીય ક્રિકેટ ટીમનો કેપ્ટન રોહિત શર્મા 37 વર્ષનો થઈ ગયો છે. રોહિત ગુરુનાથ શર્માનો જન્મ 30 એપ્રિલ 1987 ના રોજ નાગપુર, મહારાષ્ટ્રમાં થયો હતો. રોહિત શર્માને તેની રમતના આધારે વિશ્વના શ્રેષ્ઠ બેટ્સમેનોમાં ગણવામાં આવે છે અને તે ODI ફોર્મેટમાં ત્રણ બેવડી સદી ફટકારનાર વિશ્વનો એકમાત્ર બેટ્સમેન છે. હીટમેને તેના ક્રિકેટ કરિયરમાં ઘણા એવા ઐતિહાસિક રેકોર્ડ બનાવ્યા છે જેને તોડવો લગભગ અશક્ય છે.ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન રોહિત શર્માએ વન-ડે ઈન્ટરનેશનલ ક્રિકેટમાં 3 બેવડી સદી ફટકારી છે.
જ્યાં દરેક બેટ્સમેન બેવડી સદી પૂરી કરવા માટે ટ્રસ્ટ હોય ત્યાં રોહિતે 3 બેવડી સદી ફટકારીને કરીને બધાને ચોંકાવી દીધા હતા. એમનો આ વર્લ્ડ રેકોર્ડ તોડવો પણ મુશ્કેલ લાગે છે. રોહિતે 2 નવેમ્બર 2013ના રોજ ઓસ્ટ્રેલિયા સામે 209 રન, ત્યારબાદ 13 નવેમ્બર 2014ના રોજ શ્રીલંકા સામે 264 રન અને 13 ડિસેમ્બર 2017ના રોજ શ્રીલંકા સામે 208 અણનમ રન બનાવ્યા હતા.રોહિત શર્માએ પોતાની ODI કરિયરનો સૌથી મોટો સ્કોર બનાવ્યો છે. તેના દ્વારા રમેલી 264 રનની ઇનિંગ ODI ક્રિકેટની સૌથી મોટી ઇનિંગ છે. રોહિતે આ ઈનિંગ શ્રીલંકા સામે 173 બોલમાં રમી, 225 મિનિટ સુધી મેદાન પર રહ્યો, જેમાં 33 ચોગ્ગા અને 9 છગ્ગા સામેલ હતા. રોહિતનો આ અનોખો રેકોર્ડ નજીકના ભવિષ્યમાં તૂટે તેમ લાગતું નથી.