ટીમ ઇન્ડિયા 12 વર્ષ બાદ ઘર આંગણે ટેસ્ટ સિરીઝ હારી, ન્યુઝીલેન્ડ સામે કેપટન-કોચની રણનીતિ ફેઈલ !

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી હારી ગઈ છે. પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને કિવી ટીમે 113 રને પરાજય આપ્યો હતો.3 મેચની સિરીઝમાં 2-0

New Update
india 3
Advertisment

ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ શ્રેણી હારી ગઈ છે. પુણેમાં રમાયેલી બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાને કિવી ટીમે 113 રને પરાજય આપ્યો હતો. આ જીત સાથે કિવીઝે 3 મેચની સિરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. છેલ્લી મેચ 1 નવેમ્બરથી મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. ભારતીય ટીમ 12 વર્ષ બાદ હોમ ગ્રાઉન્ડ પર ટેસ્ટ સિરીઝ હારી છે.

Advertisment

ટીમની છેલ્લી હાર 2012માં ઇંગ્લેન્ડ સામે થઈ હતી. આ સિરીઝ હાર સાથે જ ભારતીય હોમગ્રાઉન્ડના વર્ચસ્વનો 4331 દિવસ પછી અંત આવ્યો છે.શનિવારે મેચના ત્રીજા દિવસે 359 રનના ટાર્ગેટને ચેઝ કરવા ઉતરેલી ભારતીય ટીમ બીજી ઇનિંગમાં માત્ર 245 રન જ બનાવી શકી હતી. ન્યૂઝીલેન્ડે બીજી ઇનિંગમાં 255 રન બનાવ્યા હતા. પહેલી ઇનિંગમાં કિવીઝે 259 રન બનાવ્યા હતા અને ભારતે 156 રન બનાવ્યા હતા. મિચેલ સેન્ટનરે પહેલી ઇનિંગમાં 7 અને બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપી હતી.

Latest Stories