/connect-gujarat/media/post_banners/489e8dccb3e2967b5e6071431a92b52a7b50b58bcad6857a6e7b339cee47b6f0.webp)
ભારતનો હોકી વર્લ્ડ કપમાં પહેલા ક્રોસઓવર મેચમાં ન્યુઝીલેન્ડ સામે ટક્કર થઈ હતી. જેમાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે ભારતે કોઈપણ કાળે મેચ જીતવી જરૂરી હતી. પરંતુ આ આ દરમિયાન ટીમ ઇન્ડિયાને મોટો ઝટકો પડ્યો છે અને ઇન્ડિયા ટીમ વર્લ્ડકપની રેશ માંથી બહાર થઇ ગયું છે. ન્યુઝીલેન્ડએ પેનલ્ટીશુટ આઉટમાં 5-4થી જીત હાંસલ કરી લીધી છે. જેને લઈને ભારતીય હોકી ટીંમના ફેન્સમાં નિરાશાના વાદળો છવાયા છે.
ઉલ્લેખનિય છે કે હોકી વર્લ્ડ કપ ટુર્નામેન્ટમાં ભારતે ગ્રુપ મેચમાં સ્પેન સામે 2-0થી જીત મેળવીને પોતાના શરૂઆત કરી હતી ત્યારબાદ બીજી મેચ ઇંગ્લેન્ડ સાથે ડ્રો રહી હતી. જ્યારે છેલ્લી મેચમાં વેલ્સનો 4-2થી પરાજય થયો હતો. આમ ભારતે પૂલ ડીમાં સાત પોઈન્ટ, ઈંગ્લેન્ડની બરાબરી પર રહ્યું હતું. જો કે ગોલ એવરેજમા પાછળ ધકેલાઈ તે બીજા સ્થાન પકર રહ્યું હતું.