ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર પ્રથમ ડાબોડી બોલર બન્યો

New Update
ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ રચ્યો ઈતિહાસ, ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનાર પ્રથમ ડાબોડી બોલર બન્યો

ટીમ ઈન્ડિયાના સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઈતિહાસ રચ્યો છે. તે ભારતીય ટીમ માટે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી સફળ લેફ્ટ આર્મ સ્પિનર બની ગયો છે. જાડેજાએ પૂર્વ ક્રિકેટર બિશન સિંહ બેદીને પાછળ છોડીને આ ખાસ સિદ્ધિ મેળવી છે. બેદીએ ભારતીય ટીમ માટે 67 મેચમાં 266 વિકેટ લીધી છે. આ સાથે જ જાડેજાએ 65 મેચમાં 267 વિકેટ મેળવી છે.

જાડેજાએ ફાઈનલ મેચની બીજી ઈનિંગમાં સ્ટીવ સ્મિથ (34) અને ટ્રેવિસ હેડ (18)ને આઉટ કરીને આ ખાસ સિદ્ધિ મેળવી હતી. ગ્રીન (25) જાડેજાનો ત્રીજો શિકાર બન્યો છે. જાડેજા ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ચોથો સૌથી સફળ લેફ્ટ આર્મ સ્પિનર છે. શ્રીલંકાના ભૂતપૂર્વ સ્પિનર રંગના હેરાથ (433) પ્રથમ સ્થાને, પૂર્વ કિવી સ્પિનર ડેનિયલ વેટોરી (362) બીજા સ્થાને અને ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ ખેલાડી ડેરેક અંડરવુડ (297) ત્રીજા સ્થાને છે. જાડેજાની ટેસ્ટ ક્રિકેટ કારકિર્દીની વાત કરીએ તો તેણે દેશ માટે 65 મેચ રમી અને 124 ઇનિંગ્સમાં 24.28ની એવરેજથી 267 રન બનાવ્યા. આ દરમિયાન તેણે 12 વખત પાંચ વિકેટ અને બે વખત 10 વિકેટ લેવાનું કારનામું કર્યું છે.

Latest Stories