ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા મહિલા ક્રિકેટરોની નવી કોન્ટ્રાક્ટ યાદી કરવામાં આવી જાહેર

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા મહિલા ક્રિકેટરોની નવી કોન્ટ્રાક્ટ યાદી કરવામાં આવી જાહેર
New Update

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા મહિલા ક્રિકેટરોની નવી કોન્ટ્રાક્ટ યાદી જાહેર કરવામાં આવી છે. BCCIએ નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટમાં કુલ 17 ખેલાડીઓને જગ્યા આપી છે. જોકે, કેપ્ટન હરમનપ્રીત સિવાય બીસીસીઆઈએ ગ્રેડ Aમાં માત્ર બે જ ખેલાડીઓને રાખ્યા છે. સ્મૃતિ મંધાના અને દીપ્તિ શર્મા અન્ય બે ખેલાડીઓ છે જેમને ગ્રેડ Aમાં સ્થાન મળ્યું છે.

BCCIએ મહિલા ક્રિકેટરોની સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ લિસ્ટને ત્રણ કેટેગરીમાં વહેંચી છે. ત્રણ ખેલાડીઓને A ગ્રેડમાં રાખવામાં આવ્યા છે. ગ્રેડ Aમાં સ્થાન મેળવનાર ત્રણ ખેલાડીઓને BCCI તરફથી વાર્ષિક 50 લાખ રૂપિયાની રકમ મળશે. આ સાથે જ 5 ખેલાડીઓને B ગ્રેડમાં સ્થાન મળ્યું છે. આ શ્રેણીના ખેલાડીઓને BCCI દ્વારા વાર્ષિક 30 લાખ રૂપિયા આપવામાં આવે છે. ગ્રેડ સીમાં મહત્તમ 10 ખેલાડીઓને સ્થાન મળ્યું છે. આ યાદીમાં સામેલ ખેલાડીઓને વાર્ષિક 10 લાખ રૂપિયાની ફી ચૂકવવામાં આવે છે.

ગ્રેડ A - હરમનપ્રીત કૌર, સ્મૃતિ મંધાના, દીપ્તિ શર્મા

ગ્રેડ B - રેણુકા ઠાકુર, શેફાલી વર્મા, રિચા ઘોષ, રાજશ્વરી ગાયકવાડ, જેમિમા રોડ્રિગ્સ

ગ્રેડ C - મેગના સિંહ, દેવિકા વૈદ્ય, અંજલિ સરવાણી, પૂજા વસ્ત્રાકર, સાભિનેની મેઘના, સ્નેહ રાણા, રાધા યાદવ, હરલીન દેઓલ, યેસિકા ભાટિયા

#India #ConnectGujarat #cricket #Board of Control #women cricketers #new contract list
Here are a few more articles:
Read the Next Article