ICCએ બુધવારે રેન્કિંગ જાહેર કર્યા છે. જેમાં ટેસ્ટમાં બોલિંગ અને બેટિંગ, બન્નેમાં ટૉપ-10માં ત્રણ ભારતીયો છે. તો બીજીતરફ પાકિસ્તાની બેટર બાબર આઝમ ICCની નવી ટેસ્ટ રેન્કિંગમાં 9મા સ્થાને પહોંચી ગયો છે. સ્ટાર બેટર બાબર આઝમ બુધવારે જાહેર કરાયેલી રેન્કિંગમાં 3 સ્થાન ગુમાવ્યું છે.ટીમ ઈન્ડિયાના ત્રણ બેટર ટોપ 10માં છે. જેમાં રોહિત શર્મા છઠ્ઠા સ્થાને ટોપ પર છે.
યશસ્વી જયસ્વાલે બે સ્થાનની છલાંગ લગાવીને 9મા સ્થાનેથી 7મા ક્રમે આવ્યો છે. તો કોહલી આઠમા સ્થાને છે.ICC ટેસ્ટ રેન્કિંગમાં ઇંગ્લેન્ડનો બેટર જો રૂટ ટૉપ પર યથાવત છે. તેણે તાજેતરમાં જ શ્રીલંકા સામેની પ્રથમ મેચમાં 62 રનની મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમસન બીજા સ્થાને છે. ડેરીલ મિચેલ ત્રીજા સ્થાને છે. હેરી બ્રુક ત્રણ સ્થાનની છલાંગ લગાવીને ચોથા સ્થાને પહોંચી ગયો છે. સ્ટીવ સ્મિથ પાંચમા અને ભારતીય કેપ્ટન રોહિત શર્મા છઠ્ઠા સ્થાન પર છે.