દિલ્હી પૂર્વના બીજેપી સાંસદ ગૌતમ ગંભીર રાજકીય જવાબદારીઓથી મુક્ત થવા માંગે છે. ગંભીરે શનિવારે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર આ માહિતી આપી હતી. ગંભીરે ભાજપ-અધ્યક્ષ જેપી નડ્ડા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહને ટેગ કર્યા છે. તેમણે જેપી નડ્ડાને રાજકીય જવાબદારીઓમાંથી મુક્ત કરવા વિનંતી કરી હતી.ગંભીરે રાજકીય જવાબદારીઓ છોડવાનું કારણ પણ જણાવ્યું. લખ્યું- હવે તે પોતાની ક્રિકેટ સંબંધિત કમિટમેંટ્સને પૂર્ણ કરવા માંગે છે. ગંભીરે દેશની સેવા કરવાની તક આપવા બદલ પીએમ મોદી અને અમિત શાહનો પણ આભાર વ્યક્ત કર્યો હતો.ગૌતમ ગંભીર 22 માર્ચ 2019ના રોજ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયો હતો. માત્ર બે મહિના પછી 2019ની લોકસભા ચૂંટણીમાં ભાજપે તેમને પૂર્વ દિલ્હી બેઠક પરથી ઉમેદવાર બનાવ્યો હતો. ગંભીરે 6 લાખ 95 હજાર 109 મતોથી આમ આદમી પાર્ટી (AAP)ના ઉમેદવાર આતિશી અને કોંગ્રેસના અરવિંદર સિંહ લવલીને હરાવ્યા હતા. મહેશ ગિરીની જગ્યાએ ગંભીરને ટિકિટ આપવામાં આવી હતી
ટીમ ઇન્ડિયાને વર્લ્ડકપ જીતાડનાર આ ક્રિકેટર હવે રાજનીતિ છોડવા માંગે છે, વાંચો શું કહ્યું PM નરેન્દ્ર મોદીને
દિલ્હી પૂર્વના બીજેપી સાંસદ ગૌતમ ગંભીર રાજકીય જવાબદારીઓથી મુક્ત થવા માંગે છે.
New Update