Connect Gujarat
સ્પોર્ટ્સ

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટી-20 શ્રેણીની બીજી મેચ ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે

આજે ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ટી-20 શ્રેણીની બીજી મેચ ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાશે
X

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે ત્રણ મેચની ટી-20 શ્રેણીની બીજી મેચ આજે (14 જાન્યુઆરી) સાંજે 7 વાગ્યે રમાશે. ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો સામસામે ટકરાશે. આ સીરીઝની પ્રથમ મેચ ટીમ ઈન્ડિયાએ જીતી હતી તેથી અફઘાનિસ્તાન માટે આજની મેચ 'કરો યા મરો' હશે.

જો કે આ મેચમાં પણ ટીમ ઈન્ડિયાની સ્થિતિ મજબૂત દેખાઇ રહી છે. કારણ કે આજ સુધી અફઘાનિસ્તાનની ટીમ ભારતને ટી-20 મેચમાં હરાવી શકી નથી. અફઘાનિસ્તાનની સરખામણીમાં ટીમ ઈન્ડિયા ખૂબ જ મજબૂત દેખાય છે.

ભારત અને અફઘાનિસ્તાનની ટીમો અત્યાર સુધી T20 ઇન્ટરનેશનલમાં 6 વખત ટકરાયા છે. અહીં અફઘાન ટીમ 5 મેચ હારી છે અને એક મેચ અનિર્ણિત રહી છે. અહીં ઈન્દોરની વાત કરીએ તો ભારતીય ટીમ અહીં અત્યાર સુધી ત્રણ T20 ઈન્ટરનેશનલ મેચ રમી ચૂકી છે. અહીં તેણે બે જીત મેળવી છે અને એક મેચમાં હાર મળી છે. ભારતે અહીં શ્રીલંકાને બે મેચમાં હરાવ્યું છે અને દક્ષિણ આફ્રિકા સામે એક મેચ હારી છે.

Next Story