Connect Gujarat
સ્પોર્ટ્સ

Under19 World Cup : વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા, સાઉથ આફ્રિકા સામે થશે ટક્કર

Under19 World Cup : વર્લ્ડ કપની સેમી ફાઈનલમાં પહોંચી ટીમ ઈન્ડિયા, સાઉથ આફ્રિકા સામે થશે ટક્કર
X

ભારતીય ટીમે તેની છેલ્લી સુપર-6 રાઉન્ડની મેચમાં નેપાળને હરાવ્યું છે. ટીમ ઈન્ડિયાને 132 રનથી મોટી જીત મળી છે. આ સાથે જ આ જીત બાદ ભારતીય ટીમ ટૂર્નામેન્ટની સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. ઉદય સહારનની આગેવાની હેઠળની ભારતીય ટીમે તેની પ્રથમ સુપર-6 રાઉન્ડની મેચમાં ન્યુઝીલેન્ડને 214 રનથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં સતત 5 મેચ જીતી છે.

હવે ભારતીય ટીમને સેમિફાઇનલમાં યજમાન દક્ષિણ આફ્રિકાના પડકારનો સામનો કરવો પડશે. અત્યાર સુધી ટીમ ઈન્ડિયાએ આ ટૂર્નામેન્ટમાં સતત મેચ જીતી છે. ભારતીય ટીમ ઉપરાંત બાંગ્લાદેશ, આયર્લેન્ડ, અમેરિકા. ન્યુઝીલેન્ડ અને નેપાળને હરાવ્યું છે. તેથી ટીમ ઈન્ડિયાને સેમિફાઈનલમાં રોકવી દક્ષિણ આફ્રિકા માટે મોટો પડકાર હશે. આ ટૂર્નામેન્ટમાં ભારતીય બેટ્સમેન ઉપરાંત બોલરોએ શાનદાર પ્રદર્શન કર્યું છે.

Next Story