/connect-gujarat/media/post_banners/7bfe55f94a5e5b305099608f98d9551cc1ecf86d79b2dff2e5fc5d8c74820dce.webp)
પૂર્વ ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ ફરી એકવાર પોતાની ફિટનેસથી બધાના દિલ જીતી લીધા છે. કોહલીએ ફિટનેસ ટેસ્ટમાં 17.2નો સ્કોર મેળવ્યો છે. તેણે પોતે તસવીર શેર કરીને આ વિશે માહિતી આપી છે. યોયો ટેસ્ટ બાદ કોહલીએ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સેલ્ફી શેર કરી છે. આ તસવીરમાં તે આરામથી જમીન પર બેઠો છે. આ સાથે કોહલીએ લખ્યું "યોયો ટેસ્ટ પૂર્ણ કરવા માટે ખુશ" આ સાથે કોહલીએ યોયો ટેસ્ટમાં પોતાનો સ્કોર પણ શેર કર્યો, જે 17.2 હતો.
વિરાટ કોહલી 34 વર્ષની ઉંમરે પણ વિરાટ કોહલી ભારતના સૌથી ફિટ ક્રિકેટ ખેલાડીઓમાંથી એક છે. કોહલી જીમમાં ઘણો પરસેવો વહાવે છે અને અવારનવાર તેના જીમમાં સખત મહેનત કરતો વીડિયો સામે આવે છે. ફિટ રહેવા માટે એક્સરસાઇઝ કરવા સિવાય વિરાટ કોહલી પોતાના ડાયટનું પણ ખૂબ ધ્યાન રાખે છે. વિરાટ પોતાની ફિટનેસ જાળવવા માટે વેગન બન્યો છે.