IPLમાં શાનદાર ફોર્મમાં રહેલ વિરાટ કોહલી T20 વર્લ્ડકપમાં કરશે ઓપનિંગ !

સ્ટાર બેટર વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. T20 વર્લ્ડ કપ આ વર્ષે જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે.

IPLમાં શાનદાર ફોર્મમાં રહેલ વિરાટ કોહલી T20 વર્લ્ડકપમાં કરશે ઓપનિંગ !
New Update

સ્ટાર બેટર વિરાટ કોહલી T20 વર્લ્ડ કપ 2024માં રોહિત શર્મા સાથે ઓપનિંગ કરી શકે છે. T20 વર્લ્ડ કપ આ વર્ષે જૂનમાં અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ગયા અઠવાડિયે મુંબઈમાં આ અંગે એક બેઠક યોજી હતી. આ બેઠકમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્મા, મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને મુખ્ય પસંદગીકાર અજીત અગરકર હાજર હતા.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIની બેઠકમાં રોહિત સાથે વિરાટ કોહલીને ઓપનિંગની તક આપવા અંગે ચર્ચા થઈ હતી. થોડા સમય પહેલા કોહલીએ T20 વર્લ્ડ કપમાં રમવા અંગે ટીમ મેનેજમેન્ટ પાસેથી સ્પષ્ટતા માગી હતી. રિપોર્ટ અનુસાર, ટીમ મેનેજમેન્ટે તેને આ અંગે સ્પષ્ટતા પણ આપી છે.હકીકતમાં, થોડા સમય પહેલા સુધી T20 વર્લ્ડ કપની ટીમમાં કોહલીના સ્થાનને લઈને ઘણી અટકળો ચાલી રહી હતી. અહેવાલો અનુસાર, ગયા વર્ષે ODI વર્લ્ડ કપ પછી જ્યારે રોહિત, દ્રવિડ અને પસંદગીકારો મળ્યા હતા, ત્યારે T20 ટીમમાં કોહલીનું સ્થાન નિશ્ચિત નહોતું, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં ઘણું બદલાઈ ગયું છે.

#CGNews #India #T20 World Cup #indian Cricketer #BCCI #Virat kohli #opener
Here are a few more articles:
Read the Next Article