Womens Asia Cup 2024 : ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 10 વિકેટથી હરાવ્યું

સ્પોર્ટ્સ | સમાચાર, ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપ T20 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી, ટીમ ઈન્ડિયાએ સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 10 વિકેટથી હરાવ્યું

New Update
   Womens Asia Cup 2024

ભારતીય મહિલા ક્રિકેટ ટીમે એશિયા કપ T20 2024ની ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હરમનપ્રીત કૌરની કેપ્ટનશીપવાળી ટીમ ઈન્ડિયાએ શુક્રવારે સેમીફાઈનલમાં બાંગ્લાદેશને 10 વિકેટથી હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાએ પહેલા બોલિંગ અને પછી બેટિંગમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. સ્મૃતિ મંધાનાએ અણનમ સદી ફટકારી હતી. જ્યારે રેણુકા સિંહ અને રાધા યાદવે 3-3 વિકેટ લીધી હતી. ટીમ ઈન્ડિયા આ ખિતાબ 7 વખત જીતી ચુકી છે.

બાંગ્લાદેશ દ્વારા આપવામાં આવેલા ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ટીમ ઈન્ડિયાએ માત્ર 11 ઓવરમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધો હતો. મંધાના અને શેફાલી વર્મા ઓપનિંગ કરવા આવ્યા હતા. મંધાનાએ 39 બોલનો સામનો કર્યો અને અણનમ 55 રન બનાવ્યા. તેણે 9 ફોર અને 1 સિક્સ ફટકારી હતી. જ્યારે શેફાલીએ 28 બોલનો સામનો કરીને 26 રન બનાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા.

પ્રથમ બેટિંગ કરતા બાંગ્લાદેશની ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 80 રન જ બનાવી શકી હતી. તેના માટે કેપ્ટન નિગરાસુલ્તાને 32 રનની ઇનિંગ રમી હતી. શોર્ના અખ્તરે અણનમ 19 રન બનાવ્યા હતા. તેણે 2 ચોગ્ગા ફટકાર્યા હતા. આ દરમિયાન રેણુકા અને રાધાએ ટીમ ઈન્ડિયા માટે ઘાતક બોલિંગ કરી હતી. બંનેએ 3-3 વિકેટ લીધી હતી. દીપ્તિશર્મા અને પૂજા વસ્ત્રાકરને એક-એક વિકેટ મળી હતી.

 

Latest Stories