Connect Gujarat
સ્પોર્ટ્સ

વર્લ્ડ કપ 2023 : આજે ભારત અને ન્યૂઝીલેન્ડ જોરદાર ટક્કર, પ્રથમ સેમિફાઇનલ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે

વર્લ્ડ કપ 2023 : આજે ભારત અને ન્યૂઝીલેન્ડ જોરદાર ટક્કર, પ્રથમ સેમિફાઇનલ વાનખેડે સ્ટેડિયમમાં રમાશે
X

ભારત અને ન્યૂઝીલેન્ડ વર્લ્ડ કપ 2023 ની પ્રથમ સેમિફાઇનલમાં ટકરાશે. બંને વચ્ચે 15 નવેમ્બર, બુધવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં મેચ રમાશે. સેમિફાઇનલમાં બંન્ને ટીમો તેમની શ્રેષ્ઠ પ્લેઇંગ ઇલેવન સાથે મેદાનમાં ઉતરશે. આ મેચ દ્વારા ભારતીય ટીમ ન્યૂઝીલેન્ડ પાસેથી 4 વર્ષનો બદલો પણ લેવા માંગશે.

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે સેમિફાઈનલ મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે. આ મેચમાં ટોસ વધુ મહત્વની ભૂમિકા ભજવશે નહીં, કારણ કે અત્યાર સુધી રમાયેલી 27 વન-ડે મેચોમાંથી પ્રથમ બેટિંગ કરનાર ટીમે 14માં જીત મેળવી છે અને રનનો પીછો કરતી ટીમે 13 મેચ જીતી છે. જ્યારે છેલ્લી 10 મેચોમાં પ્રથમ બેટિંગ કરનાર અને રનનો પીછો કરતી ટીમોએ 5-5 મેચ જીતી છે.

જો કે, અહીં રન ચેઝ મુશ્કેલ હોઈ શકે છે કારણ કે ગ્રાઉન્ડ પર પ્રથમ દાવમાં સૌથી વધુ 438 રન થયા છે. સૌથી મોટો રન ચેઝ 292 રન હતો. જોકે વર્લ્ડ કપમાં વાનખેડે મેદાન પર ફાસ્ટ બોલરોને ઘણી મદદ મળી છે. આ ફાસ્ટ બોલરે ટૂર્નામેન્ટમાં 6.60ની ઈકોનોમી સાથે 47 વિકેટ લીધી છે. જ્યારે સ્પિનરો 5.9ની ઈકોનોમીમાં રન ખર્ચીને માત્ર 11 વિકેટ લઈ શક્યા હતા.

ન્યૂઝીલેન્ડે 2019 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ભારતને હરાવ્યું હતું, પરંતુ આ વખતે 2023 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયા લીગ મેચમાં ન્યૂઝીલેન્ડ પર વર્ચસ્વ જમાવતી જોવા મળી હતી. ભારતે ટૂર્નામેન્ટની તમામ લીગ મેચો જીતી છે.

Next Story