Connect Gujarat
સ્પોર્ટ્સ

વર્લ્ડકપ 2023 PAK Vs BAN : પાકિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું, બાંગ્લાદેશ વર્લ્ડકપમાંથી બહાર

વર્લ્ડકપ 2023 PAK Vs BAN : પાકિસ્તાને બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું, બાંગ્લાદેશ વર્લ્ડકપમાંથી બહાર
X

પાકિસ્તાને ચાર મેચ હાર્યા બાદ જીત મેળવી છે. વર્લ્ડ કપમાં પાકિસ્તાનની આ ત્રીજી જીત છે. પાકિસ્તાને વધુ બે મેચ રમવાની છે. આ જીત છતાં પાકિસ્તાન સેમિફાઇનલ રમી શકે તેવી શક્યતા ઓછી છે. જો કે બાબર આઝમ માટે આ જીત કોઈ મોટી રાહતથી ઓછી નથી. બાંગ્લાદેશે મેચ જીતવા આપેલા 204 રનના લક્ષ્યાંકને પાકિસ્તાને 32.3 ઓવરમાં 3 વિકેટ ગુમાવી હાંસલ કર્યો હતો. પાકિસ્તાન તરફથી ફખર જમાને સર્વાધિક 81 રન બનાવ્યા હતા. તેણે શફિક (68 રન) સાથે પ્રથમ વિકેટ માટે 128 રનની પાર્ટનરશિપ કરી જીતનો પાયો નાંખ્યો હતો. બાબર આઝમે 9 રનનું યોગદાન આપ્યું હતું. મોહમ્મદ રિઝવાને 26 અને ઈફ્તિખાર અહમદ 17 રન બનાવી અણનમ રહ્યા હતા. બાંગ્લાદેશ તરફથી ત્રણેય વિકેટ મહેંદી હસન મિરાજે લીધી હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી બાંગ્લાદેશની ટીમ 45.1 ઓવરમાં 204 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. બાંગ્લાદેશ તરફથી મહમુદુલ્લાહે સૌથી વધુ 56 રન બનાવ્યા હતા. જ્યારે પાકિસ્તાન તરફથી શાહીન આફ્રિદી અને મોહમ્મદ વસીમ જુનિયરે 3-3 વિકેટ લીધી હતી. આ સિવાય હરિસ રઉફે 2 ખેલાડીઓને આઉટ કર્યા હતા. ઈફ્તિખાર અહેમદ અને ઓસામા મીરને 1-1 સફળતા મળી.

Next Story