વર્લ્ડ કપ 2023: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી બન્યો પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ, આ બોલરે મેળવ્યો ગોલ્ડન બોલ..!

ઓસ્ટ્રેલિયાએ ICC વર્લ્ડ કપ 2023નો ખિતાબ જીત્યો હતો. ફાઈનલ મેચમાં કાંગારૂ ટીમે જોરદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાને 6 વિકેટે હારનો સ્વાદ ચખાડ્યો હતો.

New Update
વર્લ્ડ કપ 2023: ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી બન્યો પ્લેયર ઓફ ધ ટૂર્નામેન્ટ, આ બોલરે મેળવ્યો ગોલ્ડન બોલ..!

ઓસ્ટ્રેલિયાએ ICC વર્લ્ડ કપ 2023નો ખિતાબ જીત્યો હતો. ફાઈનલ મેચમાં કાંગારૂ ટીમે જોરદાર પ્રદર્શન કરીને ટીમ ઈન્ડિયાને 6 વિકેટે હારનો સ્વાદ ચખાડ્યો હતો. ટ્રેવિસ હેડે શાનદાર બેટિંગ કરી અને સદી ફટકારી. ઓસ્ટ્રેલિયા વર્લ્ડ કપ જીતવામાં સફળ રહ્યું હોવા છતાં ભારતીય ખેલાડીએ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો હતો.

વિરાટ કોહલીએ પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ જીત્યો હતો. વર્લ્ડ કપ 2023માં કોહલીનું બેટથી પ્રદર્શન શાનદાર રહ્યું હતું. કિંગ કોહલીએ શાનદાર બેટિંગ કરી અને 11 મેચમાં 765 રન બનાવ્યા. વિરાટે સેમી ફાઈનલ મેચમાં ન્યુઝીલેન્ડ સામે સદી ફટકારી હતી જ્યારે ફાઈનલ મેચમાં પણ વિરાટે અડધી સદી ફટકારી હતી.

ગોલ્ડન બોલ પણ ભારતીય બોલર મોહમ્મદ શમીએ કબજે કર્યો હતો. શમીએ ટૂર્નામેન્ટમાં શાનદાર બોલિંગ કરી અને 7 મેચમાં 24 વિકેટ લીધી. ન્યૂઝીલેન્ડ સામેની સેમિફાઇનલ મેચમાં શમીનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું અને તેણે સાત વિકેટ ઝડપી હતી.

Latest Stories