/connect-gujarat/media/post_banners/73bf241ae1275e2464f1408eb7ee0d0b18faabdfec0e084616ba8ebc900c22dd.webp)
આજે ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023માં અફઘાનિસ્તાન સામે મેદાનમાં ઉતરશે ત્યારે તેના પ્લેઇંગ-11માં મોટો ફેરફાર જોવા મળી શકે છે. ટીમ ઈન્ડિયા આર. અશ્વિનને પડતો મુકી તેના સ્થાન પર શાર્દુલ ઠાકુરને તક આપી શકે છે. કારણ કે આજની મેચ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાવાની છે અને અહીંની પીચ ચેન્નઇની પીચ કરતા તદ્દન અલગ છે.
ચેપોકમાં રમાયેલી ભારત-ઓસ્ટ્રેલિયા મેચમાં ટીમ ઈન્ડિયા ત્રણ સ્પિનરો સાથે મેદાનમાં ઉતરી હતી. સ્પિન ફ્રેન્ડલી વિકેટને કારણે ભારતે આ વ્યૂહરચના અપનાવી હતી. હવે દિલ્હીની પીચ ચેપોક જેટલી સ્પિન ફ્રેન્ડલી ન હોવાથી ટીમ ઈન્ડિયા સ્પિન ઓલરાઉન્ડરને બદલે ઝડપી બોલિંગ ઓલરાઉન્ડરને તક આપી શકે છે. અહીં આર અશ્વિનની જગ્યાએ મોહમ્મદ શમી પણ રમી શકે છે. પરંતુ શાર્દુલનો દાવો વધુ મજબૂત છે કારણ કે તે આક્રમક બેટિંગ કરવામાં સક્ષમ છે.