Connect Gujarat
સ્પોર્ટ્સ

વર્લ્ડ કપ SA vs AFG : દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાને 5 વિકેટથી હરાવ્યું

વર્લ્ડ કપ SA vs AFG : દક્ષિણ આફ્રિકાએ અફઘાનિસ્તાને 5 વિકેટથી હરાવ્યું
X

રાસી વાન ડેર ડ્યુસેને અને એન્ડીલે ફેહલુકવાયોએ શાનદાર ઇનિંગ્સ રમીને દક્ષિણ આફ્રિકાને વર્લ્ડ કપ 2023ની 9મી લીગ મેચમાં અફઘાનિસ્તાન સામે 5 વિકેટે જીત અપાવવામાં મદદ કરી. ટાર્ગેટનો પીછો કરી રહેલી દક્ષિણ આફ્રિકા માટે રાસી ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. તેણે 95 બોલમાં 6 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 76 રનની ઇનિંગ રમી હતી. અફઘાનિસ્તાન તરફથી રાશિદ અને નબીએ 2-2 વિકેટ લીધી હતી.

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાઈ રહેલી મેચમાં અફઘાનિસ્તાનની ટીમ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરીને 50 ઓવરમાં 244 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ટીમ માટે પાંચમા નંબરે આવેલા અઝમતુલ્લાહ ઉર્ઝાઈએ 97 રનની શાનદાર ઈનિંગ રમી હતી, જે ટીમને મદદ કરી શકી ન હતી, આ દરમિયાન દક્ષિણ આફ્રિકા તરફથી ગેરાલ્ડ કોએત્ઝીએ 4 વિકેટ ઝડપી હતી.

Next Story