Yashasvi Jaiswal Fastest Fifty IPL : પાણીપુરી વેચનાર યશસ્વી જયસ્વાલની તોફાની બેટિંગ, ફટકારી સૌથી ફાસ્ટ ફિફ્ટી..

રાજસ્થાન રોયલ્સના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે ઈડન ગાર્ડન્સ મેદાનમાં મેદાન પર પગ મુકતાની સાથે જ બેટથી ધૂમ મચાવી દીધી હતી

New Update
Yashasvi Jaiswal Fastest Fifty IPL : પાણીપુરી વેચનાર યશસ્વી જયસ્વાલની તોફાની બેટિંગ, ફટકારી સૌથી ફાસ્ટ ફિફ્ટી..

રાજસ્થાન રોયલ્સના યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે ઈડન ગાર્ડન્સ મેદાનમાં મેદાન પર પગ મુકતાની સાથે જ બેટથી ધૂમ મચાવી દીધી હતી. તેણે બેટિંગ કરતા IPLની સૌથી ઝડપી ફિફ્ટી ફટકારી છે. માત્ર 13 બોલનો સામનો કરીને યશસ્વી જયસ્વાલે IPL ઈતિહાસમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારી છે.

તેની આ તોફાની ઈનિંગ્સ જોઈને દરેક લોકો તેના જોરદાર વખાણ કરી રહ્યા છે. યશસ્વીએ મેદાન પર ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કરીને પોતાની આક્રમક વ્યૂહરચનાનો નજારો રજૂ કરીને KKRની ટીમ પર પાણી ફેરવી દીધું હતું

કહેવાય છે કે જો કોઈમાં જુસ્સો હોય તો સફળતા આપોઆપ તેનો રસ્તો શોધી લે છે. એક સમયે, આ દિવસ યશસ્વી જયસ્વાલના જીવનમાં પણ આવશે, જે શેરીઓમાં ગોલ ગપ્પા વેચતો હતો. IPL 2023માં બેટથી તબાહી મચાવનાર યશસ્વી જયસ્વાલે ઈડન ગાર્ડન્સ મેદાન પર IPLનો ઈતિહાસ રચ્યો છે. માત્ર 13 બોલનો સામનો કરીને યશસ્વી જયસ્વાલે સૌથી ઝડપી અડધી સદી ફટકારી હતી. આ દરમિયાન સ્ટ્રાઈક રેટ 250 પ્લસ હતો. IPLમાં સૌથી ઝડપી ફિફ્ટી ફટકારવાના મામલે યશસ્વી જયસ્વાલે કેએલ રાહુલ અને પેટ કમિન્સને પાછળ છોડી દીધા છે. કેએલ રાહુલે વર્ષ 2018માં દિલ્હી કેપિટલ્સ સામે 14 બોલમાં આ કારનામું કર્યું હતું. આ સિવાય પેટ કમિન્સે પણ KKR માટે વર્ષ 2022માં મુંબઈ ઈન્ડિયન્સ સામે આ સિદ્ધિ મેળવી હતી.

Latest Stories