/connect-gujarat/media/media_files/2024/11/23/VNw8k8nlQX2lvHdC9Tqv.png)
યશસ્વી જયસ્વાલે પર્થ ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તેણે ભારત માટે ઓસ્ટ્રેલિયા સામે બીજી ઇનિંગમાં અણનમ 90 રન બનાવ્યાં છે. યશસ્વીએ આ ઇનિંગ દરમિયાન 2 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. તેની સાથે જ તેણે પર્થ ટેસ્ટમાં રેકોર્ડ બનાવી દીધો છે.
યશસ્વીએ છગ્ગાનો રેકોર્ડ તોડ્યો છે. તેણે 147 વર્ષ ક્રિકેટ ઇતિહાસમાં પહેલીવાર આ કમાલ કરી બતાવી છે. યશસ્વી જયસ્વાલે એક કેલેન્ડર યરમાં સૌથી વધુ ટેસ્ટ છગ્ગા ફટકારવાનો રેકોર્ડ નોંધાવ્યો છે.
યશસ્વીએ વર્ષ 2024માં અત્યાર સુધીમાં 34 છગ્ગા ફટકાર્યા છે. આ રેકોર્ડ પહેલા બ્રેન્ડમ મેક્કુલમના નામે હતો. ન્યૂઝીલેન્ડના ખેલાડી મેક્કુલમે 2014માં 33 છગ્ગા ફટકાર્યા હતા.