જ્યારે પણ યુવરાજ સિંહનું નામ કોઈના મગજમાં આવે છે, ત્યારે સૌથી પહેલા જે વાત મનમાં આવે છે તે છે તેણે 2007 T20 વર્લ્ડ કપ દરમિયાન ફટકારેલી છ છગ્ગા. આ સાથે જ તેણે T20 વર્લ્ડ કપમાં માત્ર 12 બોલમાં અડધી સદી પણ ફટકારી છે. આ ટૂર્નામેન્ટની આ સૌથી ઝડપી અડધી સદી પણ છે.
T20 વર્લ્ડ કપ 2024નું આયોજન વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં થવાનું છે. આ ટુર્નામેન્ટ માટે ટીમ ઈન્ડિયાની ટીમની ટૂંક સમયમાં જાહેરાત થઈ શકે છે. આ દરમિયાન ICCએ એક મોટો નિર્ણય લીધો છે અને યુવરાજ સિંહને T20 વર્લ્ડ કપ 2024નો ભાગ બનાવ્યો છે. ખુદ ICCએ આ જાણકારી આપી છે. યુવરાજ સિંહ ભારતના મહાન ખેલાડીઓમાંથી એક છે. T20 વર્લ્ડ કપમાં તેના નામે ઘણા મોટા રેકોર્ડ છે. આવી સ્થિતિમાં ICCએ યુવરાજ સિંહને T20 વર્લ્ડ કપ માટે પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે સાઇન કર્યા છે. યુવરાજ સિંહ ઉપરાંત હાલમાં ક્રિસ ગેલ અને યુસૈન બોલ્ટને પણ આ ટૂર્નામેન્ટ માટે બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે.