ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કેન્દ્ર સરકર દ્વારા પાસ કરાયેલા ખેડૂત બિલ અંગે ગુજરાતના તમામ મીડિયાના પત્રકારો સાથે વેબ કોન્ફ્રન્સ યોજી હતી. જેમાં વિપક્ષ દ્વારા દેશભરના ખેડૂતોને બિલ અંગે ગેરમાર્ગે દોરી વરોધ કરવા ઉશ્કેરવામાં આવી રહ્યું હોય બિલ બાબતે જરૂરી માહિતી અને સ્પષ્ટતા કરી હતી. જેમાં પત્રકારો દ્વારા પુછાયેલા બિલ બાબતેના પ્રશ્નોના જવાબ આપવામાં આવ્યા હતા.
ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે પત્રકારોને પોતાના માધ્યમથી ખેડૂતો સમાજમાં ફેલાવવામાં ભ્રામક પ્રચાર બાબતે જરૂરી સકારાત્મક અને ખરી માહિતી પહોંચાડવા વેબ મિટિંગ મારફતે અપીલ કરી હતી. બિલમાં APMC તેમજ મિનિમમ સપોર્ટ પ્રાઈઝ (MCP) બાબતે પણ જણાવ્યું હતું, કે વચેટિયાઓ દ્વારા ખેડૂતોને ભાવ બાબતે ધુતવામાં આવતા હોય આ વચેટિયાઓ પણ દૂર થશે. પહેલા ખેડૂતો પોતાના વિસ્તાર કે રાજ્યમાં જ પોતાની ખેત પેદાશ વેચી શકતા હતા. જે હવે આ બિલ બાદ ભારત ભરમાં પોતાની ખેત પેદાશો વેચી શકશે. મિડિયાના રિપોર્ટર દ્વારા પૂછવામાં આવ્યું હતું કે ખેડૂતો પોતાની પેદાશ અન્ય શહેર કે, અન્ય રાજ્યોમાં વેચશે તો, સ્થાનિક નાગરિકોને ખેત પેદાશની ખેંચ ઊંભી થશે, તો એ બાબતે શું વિચારવામાં આવ્યું છે. તેના જવાબમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે જણાવ્યું હતું કે, ખેડૂતને જો વચેટિયા વગર સારો ભાવ મળશે તો, ખેડૂતો સ્થાનિક બજારમાં પોતાની ખેત પેદાશ વેચી શકશે.